રૂ.૨૬ લાખની ઉઘરાણીનાં પ્રશ્ને જીયાણા ગામે એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો‘તો
રાજકોટ તાલુકાનાં જીયાણા ગામે ઉઘરાણીનાં પ્રશ્ને પટેલ યુવકને મોતને ઘાટ ઉતારવાનાં ગુનામાં જેલ હવાલે રહેલા પ્રૌઢની વચગાળાની જામીન અરજી અદાલતે ફગાવી નામંજુર કરી છે.
વધુ વિગત મુજબ શહેરનાં સામાકાંઠે કબીરવન સોસાયટીમાં રહેતા જયેશ છગનભાઈ રામાણીએ ચાંદીના દાગીના બનાવવાનાં વ્યવસાય કરતો હોય અને કિશોર ચના પાસે ચાંદીના માલ પેટેના રૂ.૨૬ લાખની ઉઘરાણી કરતા જેથી ઉશ્કેરાયેલા કિશોર ચના, જીતેન્દ્ર ઉર્ફે જતીન ચના અને ચના મારમારી બળજબરીથી એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની ફરિયાદ નોંધાવી હતી. ચના રામાણી દ્વારા લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ધીરાણની કાર્યવાહી કરવા માટે આગોતરા જામીન અરજી કરે, સ્પે.પી.પી.એ એવી રજુઆત કરેલી કે પ્રથમ દર્શનીય કેસ છે.
આ કેસની હકિકત તેમજ ગુન્હાની ગંભીરતા જોતા અને આ કામમાં સ્પે.પી.પી.ની ધારદાર દલીલો અને હાઈકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતનાં ચુકાદાઓ રજુ કર્યા હતા જે દલીલ ધ્યાને લઈ અદાલતે આ કામનાં ચના રામાણીની જામીન અરજી રદ કરેલી છે. આ કામમાં સ્પે.પી.પી.તરીકે નિતેશ કથીરીયા તથા મુળ ફરિયાદીવતી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, મિલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ એડવોકેટ તરીકે રોકાયેલા છે.