ઘાસના થડા રાખવા બાબતે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો ‘તો
શહેરનાં ગોંડલ રોડ પર ઢોલરા ચોકડી પાસે ઘાસના થડા રાખવાના પ્રશ્ર્ને થયેલા ધિંગાણામાં બેવડી હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા એક શખ્સની રેગ્યુલર જામીનઅરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં ગોંડલ રોડ પર ઢોલરા ચોકડી પાસે ઘાસના થડા રાખવાના પ્રશ્ર્ને જેસીંગભાઈઅને વજાભાઈની કરપીણ હત્યાના ગુનામાં તાલુકા પોલીસ મથકમાં મેલા વરજંગ શિયાળીયા, નવઘણ શિયાળીયા, લાલો શિયાળીયા અને કરણ ઉર્ફે ગીગો શિયાળીયા સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.
હાલ જેલ હવાલે રહેલા બંને શખ્સોએ જામીન અરજી કરી હતી જેથી નવઘણ શિયાળીયાની સેશન્સ કોર્ટ જામીન રદ કરતા જેન્તી સામે હાઈકોર્ટમાં જામીન અરજી કરતા હાઈકોર્ટે ફરિયાદ પક્ષની દલીલો તથા કેસના સંજોગો ધ્યાને લઈને આ ગંભીર ગુનાના આરોપીની જામીન અરજી નામંજૂર કર્યા છે.
આ કામે ફરિયાદી વતી હાઈકોર્ટના વકીલ પ્રવિણભાઈ ગોંડલીયા તથા રાજકોટમાં વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર કુલદિપસિંહ બી. જાડેજા હાડાટોડા, દિપક ભાટીયા, હનીફભાઈ કટારીયા તથા શિવરાજસિંહ ઝાલા વિગેરે રોકાયેલ હતા.