કોરોનાની મહામારી અંતર્ગત ૯૦ દિવસના વચગાળાના જામીન ઉપર છૂટવા અરજી કરી હતી

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર મોટામવાના તત્કાલીન સરપંચ મયુર શિંગાળા હત્યા ગુનામાં લાંબા સમયથી જેલ હવાલે રહેલા ગાંડુ ભુરાની  વચગાળાની જામીન અરજી અદાલતે નામંજુર કરી છે. વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટામવાના તત્કાલીન સરપંચ મયુર શીંગાળાની તા. ૧૮-૧૧-૦૯ ના રોજ કરપીણ  હત્યા નિપજાવાના બનાવમાં ત્રણ મહીલા સહીત આઠ શખસો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને કાવત્રામાં રમેશ રાણાનું નામ ખુલતા તેની ધરપકડ કરી હતી બદ તપાસ પૂર્ણ થઇ હતી. ઉપરોકત  આરોપી ગાંડુ ભુરાએ કોરોના વાયરસના અંતર્ગત ૯૦ દિવસના માનવતાની જામીન અરજી કરી હતી. જેની સામે સ્પેશ્યલ પી.પી. નિરંજનભાઇ દફતરી તથા ફરીયાદ પક્ષે રજુઆત સાથે વિરોધ કરેલો કે કેસ ચુકાદા પર છે ત્યારે આરોપી નાસી જવાની શકયતાઓ રહેલી હોય અરજી રદ કરવા અરજી ગુજારેલી ઉપરોકત તમામ રજુઆતો અને રેકર્ડ પરની હકીકતો ઘ્યાને લઇ  ગાંડુ ભુરાની વચગાળાની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી ભરત શીગાળા  વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, તથા સ્પેશ્યલ પી.પી. નીરંજન એસ. દફતરી તથા ભાવીન દફતરી, પથીક દફતરી દિનેશ રાવલ રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.