મોટર સાયકલ મોબાઇલ મળી રૂ ૯૭ હજારનો મુદામાલ જપ્ત
રાજકોટ જીલ્લા પોલીસ વડાના આદેશથી ઉપલેટા શહેરમાં ગીરનાર સોસાયટીમાં બે દલીત બંધુઓ ઇંગ્લીશ દારુ બહારથી મંગાવી હોમ ડીલીવરી કરી વેચાણ કરી રહ્યા છે. તેવી બાતમીને આધારે પી.આઇ. અલ્પેશ પટેલ, રમેશભાઇ બોદર, કૌશિકભાઇ, મનોજભાઇ બાયલ, જીવરાજસિંહ, વિશાલભાઇ સહીત તો પોલીસ સ્ટાફ ગીરનાર સોસાયટીમાં રહેતો દલીત શખ્સ ઉમંગ હેમત મણવર (ઉ.વ.૧૯) માં દાટી રાખેલ ઇંગ્લીશ દારુની બોટલ ૧૬૦ નંગ કાઢી આપી હતા ઉમંગ મણવરના આગવી ઢબે સરાભરા કરતા આ દારુના વેપલામાં તેનાં ભાઇ ચિરાગ ઉર્ફે જીજ્ઞેશ હેમત મણવર ભાગીદારની કબુલાત આપેલ હતા.
રેડ દરમ્યાન પોલીસને જોઇ ચિરાગ ઉર્ફે જીજ્ઞેશ હેમત મણવર નાશી છુટયો હતો પોલીસે ઉમંગ હેમત મણવરના કબજામાંથી ઇંગ્લીશ દારુના વિવિધ બ્રાન્ડની બોટલ નંગ ૧૬૦ કિંમત રૂપિયા ૬૨ હજાર બે મોબાઇલ કિંમત રૂ ૪૫૦૦ તથા યામહા મોટર સાઇકલ ૧ કિંમત રૂ ૩૦ હજાર મળી કુલ ૯૭૨૦૦/- ના મુદામાલ સાથે ઉમંગ મણવર ની ધરપકડ કરેલ હતી જયારે પોલીસને જોઇ નાશી છુટેલો ચિરાગ ઉર્ફે જીજ્ઞેશ હેમત મણવર પોલીસ પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,