શહેર પોલીસ દ્રારા ગઈકાલના રોજ વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન દરબારગઢ, સૈયદ ફળીમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાને દરોડો પાડતા તેના ઘરમાંથી વહેચાણ અર્થે રાખેલ 1 કિલો 250ગ્રામ ગાંજો તેમજ રૂ.59550ની રોકડ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પુછપરછ કરતા બે આરોપીઓના નામ સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી ત્રણે વિરુધ ગુન્હો નોંધી કામગીરી હાથ ધરી હતી. જામનગર શહેર પોલીસ દ્રારા ગઈકાલના રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમીયાન દરબારગઢ, રંગુનવાલા હોસ્પિટલ પાસે, સૈયદ ફળીમાં રહેતા ઇમરાન હનીફ કુમાર સમા નામનો શખ્સ ગાંજો વહેચતો હોવાની બાતમીના આધરે પોલીસે દરોડો પાડ્યો હતો. મકાનમાંથી 1 કિલો 250 ગ્રામ ગાંજો જેની કિંમત રૂ.12500 તથા રૂા.69550ની રોકડ તેમજ રૂા.50ની કિંમતના સ્ટીલના ડબ્બા મળી કુલ રૂ.82100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેની પૂછપરછમાં હનીફ ઉર્ફે હનફો ચોર આમદભાઈ સમા અને સોહિલ હનીફભાઈ સમા નામના બે શખ્સો ગાંજો વેચાણ કરવા માટે લાવ્યા હોવાનું નામ સામે આવતા પોલીસે ફરારી બંને આરોપીઓની તપાસ હાથ ધરી ત્રણે વિરુધ સીટી એ ડીવીઝન પોલીસમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Trending
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો