પર્યાવરણ, આરોગ્ય, ગૌસેવા અને પરમેશ્ર્વરની ઉપાસનાના સદકાર્યો કરતી શહેરની જાણીતી સંસ્થા ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટે રવિવારે સવારે 8 વાગ્યે ઇન્દિરા સર્કલ યુનિ. રોડ રાજકોટ ખાતે ગુજરાત સરકારના સામાજીક વનીકરણ વિભાગના સહયોગ અને એ.સી.પી. ડેન્ટલ કેર તથા ધી ગ્લોબલ ટ્રસ્ટ, રાજકોટના સૌજન્યથી વૃક્ષારોપણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારંભનું ઉદઘાટન ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા અલ્કાબેન ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું હતું.આ સમારંભની વિશેષ વિગતો આપતા આયોજક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને રાજકોટ સહિત ગુજરાતના જાણીતા વૃક્ષપ્રેમી વિજયભાઇ પાડલીયા જણાવે છે કે પ્રવર્તમાન ગ્લોબલ વોમિંગમાં રાજકોટનું પર્યાવરણ સમતોલ રાખવા હવે દરેક ઘર આંગણે વૃક્ષ વાવવું અનિવાર્ય છે.
છેલ્લા દશ વર્ષથી અમે આ અભિયાન ચલાવીએ છીએ. દર સાલ ચોમાસાના પ્રારંભે અમારી વૃક્ષારોપણ ઝુંબેશ હોય છે આ આ દિશામાં અમને અભૂતપૂર્વ પરિણામો મળ્યા છે. વોર્ડ નં. 10 ના આફ્રિકા કોલોની, બાલમુકુન્દ પ્લોટ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, નિર્મલા સ્કુલ રોડ, જલારામ પ્લોટ, અક્ષરવાડી વગેરે વિસ્તારોમાં વાવેલા 1000 ઉપરાંત વૃક્ષો આજે 40 થી પ0 ફુટની ઉંચાઇ આંબી ગયા છે. અને અહિં વસતા લોકોને શિતળતાની અનુભુતિ કરાવે છે. શહેરમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાના અભિયાનના ભાગરુપે રવિવાર તા. રપ જુલાઇ થી તા. પ ઓગષ્ટ
સુધીના 10 દિવસ ઇન્દિરા ગાંધી સર્કલ ખાતે ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના કેમ્પસ ખાતે રાત્રે ટોકન દરે મુલ્યવાન રોપાનું વિતરણ કરવામાં આવશે. જેમાં વિવિધ ઔષધિય વૃક્ષો, ફૂલઝાડ અને ફૂલો આપતા વૃક્ષોના રોપાઓનો સમાવેશ થાય છે. આવો સાથે મળી વૃષ એ જ જીવન ના સત્ય વિધાનને સાર્થક કરવાનો સંકલ્પ કરીએ એક વ્યકિત, એક વૃક્ષ ઉછેરના ગી્રન ફિલ્ડ ટ્રસ્ટના અભિયાનમાં સર્વે નગરજનોને સહયોગ આપવા વિજયભાઇ પાડલીયાએ અનુરોધ કર્યો છે.
વૃક્ષારોપણ સમારોહમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા (રાજયસભા સાંસદ) ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્વાજ, કમેશભાઇ મિરાણી, પુષ્કરભાઇ પટેલ, ભુપતભાઇ બોદર, રા.જી.પં. મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે.મેયર દર્શીતાબેન શાહ, બીનાબેન આચાર્ય વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના વૃક્ષ પ્રેમી નગરજનોને આ સમારંભમાં હાજરી આપવા ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ એ.સી.પી. ડેન્ટલ કેર અને ગ્લોબલ ટ્રસ્ટની યાદીમાં જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.