દેશની આર્થિક રાજધાનીની સડક પર થૂંકવા બદલ ૧૧૫ રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાનનું મુંબઈમાં તંત્ર કડકપણે પાલન કરતું જોવા મળે છે.
માટે ખૂબ જ મોટી વસ્તી હોવા છતાં મુંબઈ ચોખ્ખું જણાય છે. બીજી તરફ રાજકોટની સ્થિતિ કઈક અલગ છે. અહિયાં ખૂબ દંડ ફટકારવાની મોટીમોટી વાતો તો થાય છે પરંતુ અસરકારક કાર્યવાહીનો ખૂબ જ અભાવ જોવા મળે છે. માયાનગરી મુંબઈના પગલે રાજકોટમાં પણ સ્વચ્છ ભારત અભિયાન માટે કડક અમલવારી જરૂરી છે.