- શું તમારી કિડની બરાબર છે ?
- જયારે બંને કિડની બગડે ત્યારે જ લોહીમાંનો કચરો શરીરમાંથી નીકળી શકતો નથી: લોહીની તપાસમાં ક્રિએટીનીન અને યુરીયાનું પ્રમાણ
- વધે છે, અને કિડની ફેલ્યોરનું નિદાન થાય છે: યુરીનનો રંગ બદલે કે તેમાં લોહી આવે તો તે કિડનીમાં બિમારીના લક્ષણ હોય શકે
- ડાયાબિટીસ અને હાઈબ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત કિડનીનું ચેકઅપ કરાવવું જરૂરી: દેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસો વધી રહ્યા છે, બે લાખ દર્દી સામે માત્ર પંદર હજાર ડોનર્સ ઉપલબ્ધ છે: વિશ્ર્વમાં 2006થી આ દિવસ ઉજવાય છે
આપણાં શરીરનું અતિ મહત્વનું અંગ એટલે કિડની, આની સમસ્યા વૈશ્ર્વીકસ્તરે જોવા મળે છે. આપણાં દેશમાં પણ તેના કેસો સતત વધતા જોવા મળે છે, ત્યારે રોગની વહેલી ઓળખ તેનાથી બચવા માટે અકિસર સાબિત થાય છે. ખાસ કરીને ડાયાબિટીસ અને હાઈબ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત કિડની ચેકઅપ કરાવવું જરૂરી છે. વિશ્ર્વમાં 2006થી વિશ્ર્વ કિડની દિવસ માર્ચ મહિનાના બીજા ગુરૂવારે યોજવામાં આવે છે. જેમાં વિશ્ર્વનાં 150થી વધઉ દેશો જોડાય છે. વિશ્ર્વમાં દર દસમાંથી એક વ્યકિતને કિડની રોગનું જોખમ રહેલ છે. તેથી દરકે વ્યકિત એ આ બાબતે તકેદારી રાખવી જોઈએ.
કિડની આપણા લોહીમાંથી નકામો કચરો દૂર કરતી હોવાથી તે મગજ અને હૃદય જેવા અંગો જેટલી જ મહત્વની ગણાય શકાય છે. જયારે બંને કિડની બગડે ત્યારે લોહીમાનો કચરો શરીરમાંથી બહાર નીકળી શકતો નથી. લોહીની તપાસમાં ક્રિએટીનીન અને યુરીયાનું પ્રમણ વધે છે. અને કિડની ફેલક્યોરનું નિદાન થાય છે. બેમાંથી એક કિડની બગડે તો બીજી કિડનીની ક્ષમતા વધતા વ્યકિત સ્વસ્થ જીવન જીવી શકે છે. આજે તો કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન પણ ઘણાજ સફળ થઈ રહ્યા છે. પણ દેશમાં તેના બે લાખ દર્દી સામે પંદર હજાર કિડની ડોનર્સ ઉપલબ્ધ છે.
કિડની સમસ્યા ગમે તે ઉંમરે વિકસી શકે છે, આનુવંશિક રીતે, દક્ષિણ એશિયાઈ ભૌગોલિક પ્રદેશોના લોકો, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રી લંકાના લોકોમાં ખાસ કરીને ડાયાબીટીસ અને હાઈપર ટેન્શનના વધતા દર સાથે, ક્રોનિક કિડનીના રોગ થવાનું જોખમ વધારે છે. આ વર્ષની ઉજવણીથીમ ‘શું તમારી કિડની બરાબર છે? વહેલુ નિદાન, કિડનીના સ્વાસ્થ્યનું રક્ષણ કરો’ આ વર્ષની થીમ રોગના જોખમી પરિબળોને ઓળખવા અને વહેલા નિદાન સારવાર પર ભાર મૂકે છે. દરેક વ્યકિતએ પોતાની કિડની સ્વસ્થ છે કે નહી તેની તપાસ કરાવી લેવી, તેના માટેના ટેસ્ટમાં બ્લડમાં પ્રોટીન અને ક્રિએટીનીનનું લેવલ ચેક
કરી લેવું સાથે યુરીન ટેસ્ટ પણ કરાવવો જરૂરી.
કિડનીને સ્વસ્થ રાખવા દદરોજ તમારે 6 થી 8 ગ્લાસ પાણી પીવું, તમારૂ બ્લડ શુગર વધવા ન દો, સ્મોકિંગથી દૂર રહો, બ્લડ પેશર કંટ્રોલ કરવું, દરરોજ અડધો કલાકથી વધુ વર્ક આઉટ કરો, કિડની ફેલ થવાના કારણોમાં શરીરમાં પાણીની ઉણપ, શરીરનો વજન વધારો, વધારે ઉલ્ટી અને ઝાડા, વારંવાર પેશાબમાં ચેપ લાગવો, ડેંગ્યુ મેલેરીયા જેવી બિમારી, દવાઓની આડઅસર, ડાયાબીટીસ અને હાઈબ્લડ પ્રેશર, કિડનીમાં સ્ટોન અને પ્રોસ્ટેટનું વધવા જેવા ઘણા કારણો જોવા મળે છે. ખાસ કરીને તમારા યુરીનનો રંગ બદલાય તો અવગણના કરશો નહીં.
કિડનીના બિમારી હોવાના લક્ષણોમાં ભૂખ ન લાગવી, થાક અને નબળાઈ લાગવી, આંખની નીચે સોજો, યુરીન કરતી વખતે દુખાવો, યુરીનમાં લોહી આવવું, ફિણ વાળો પેશાબ, હાથ પગ ચહેરા પર સોજો વધારે તરસ લાગવી, ઉલટી થવી ને રાત્રે પેશાબ વધારે થવો જેવા લક્ષણો જોવા મળે છે, જો આવા લક્ષણો જણાય તો ડોકટરી તપાસ અતી આવશ્યક બને છે. કિડની ફેલ્યોરના મુખ્ય બે પ્રકારમાં એકયુટ કિડની ફેલ્યોર જેમાં બંને કિડનીઓ કેટલાક રોગને કારણે નુકશાન પામી ટુકા સમય માટે પોતાનું કાર્ય કરવાનું બંધ કરી દે છે. આવા કિસ્સામાં વહેલી સારવાર કરી કિડની કામ કરતી થઈ શકે છે. જયારે ક્રોનિક કિડની ફેલ્યોરમાં કેટલાક રોગોને કારણે ધીરી ધીરે કે મહિના કે વર્ષોમાં બંને કિડની કાર્યક્ષમતામાં થઈને બંને કિડની કાર્ય કરવાનું બંધ કરી દે છે. હાલ આ પ્રકારના રોગ માટે કોઈ દવા ઉપલબ્ધ નથી.
ક્રોનિક કિડની ડીસીઝના મુખ્ય કારણોમાં કોઈપણ ઉપાયથી સુધરી ન શકે તે રીતે તેના બગડવાના મુખ્ય કારણોમાં લોહીનું ઉંચુ દબાણ, ડાયાબીટીસ, સ્થુળતા, પથરીની બીમારી, બાળકોમાં જન્મજાત મુત્રમાર્ગની બીમારી જેવા કારણો જવાબદાર છે. આપણી જીવન શૈલી પણ રોગો માટે વધુ કારણભૂત ગણાય છે, આજકાલ સતત ભાગદોડ વાળી ટ્રેસ યુકત લાઈફ ને કારણે આપણે સામેથી રોગોને આમંત્રણ આપીએ છીએ. સતત જંક ફુડને કારણે આજે કિડનીને નુકશાન થઈ રહ્યું છે. આજનું જળ પણ માનવ આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે પોષણ યુકત આહાર સાથે પુષ્કળ પાણી પીવાથી આપણી કીડની સ્વસ્થ રાખી શકીએ છીએ. કિડની આપણા શરીરનું જટીલ અને અદભૂત અંગ છે, જે આપણને સ્વસ્થ રાખવા મહત્વપૂર્ણ કાર્ય કરે છે. કિડનીના કામના વિકલ્પન તરીકે વપરાતી કૃત્રિમ પધ્ધતીને ડાયાલીસીસ કહે છે. હાલ તેના બે પ્રકારોમાં હિમો ડાયાલિસિસ અને પેરિટોનિયલ ડાયાલીસીસ ચલણમાં છે.
તમારી કિડની શું કાર્ય કરે છે?
હૃદય અને મગજ પછીના આપણા શરીરના મહત્વના અંગ કિડની આપણા શરીરમાં અતિ મહત્વના કાર્યો કરીને આપણને સ્વસ્થ રાખે છે. તે આપણા શરીરમાં પેશાબ બનાવે, લોહીમાંથી કચરો અને વધારાનું પાણી દૂર કરે, લાલ રકતકણો બનાવવામાં મદદ કરે, તમારા હાડકાને સ્વસ્થ રાખે, શરીરનું રાસાયણિક સંતુલનને નિયંત્રિત કરે, અને તમારા બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે.