બદલાતી જીવનશૈલીના કારણે ભારતીયો પર માનસિકતા તણાવ:સર્વે
ભારતની વધતી જતી વસ્તી અને જનસંખ્યાની સાથે સાથે બદલતી જતી સામાજીક જીવનશૈલી વચ્ચે ભારતીયો પર માનીસક તણાવનું દબાણ વધી રહ્યું છે. અને સાતમાંથી એક નાગરીકને કંઇ ને કંઇ મગજની મુશ્કેલી હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું છે.
વર્ષ ૨૦૧૭માં દેશની કુલ વસ્તીના ૧૪.૩ ટકા વસ્તી એટલે કે લગભગ ૧૯.૭૩ કરોડ લોકો કોઇને કોઇ માનસીક બિમારીથી પિડાસ રહ્યા છે. આ માનસીક મુશ્કેલીઓમાં ડિપ્રશન, એન્કઝાઇકીડિશ ઓર્ડર, સીઝોફેનિયા, બાયપોલર, ક્ધડકટ ડિસ ઓડર અને ઓટિઝમ જયા માનસીક રોગનો સમાવેશ થાય છે.
લેન્સેટ ફિઝિયોટ્રીપ દ્વારા પ્રકાશિત સ્ટડી જનરલમાં દેશમાં ૪.૫૭ કરોડ લોકોને ડિપ્રેશન અને ૪.૪૯ કરોડ લોકોને અન્ય મુશ્કેલીઓ હોવાનું બહાર આવ્યું છે. ૧૯૯૧ થી ૨૦૧૭ ના ગાળામાં મનોરોગીઓનું પ્રમાણ ડબલ થઇ ગયું છે. દક્ષિણ રાજયો અને મહિલાઓમાં ડિપ્રશન અને એન્કઝાયકીનું પ્રમાણ વધારે જોવા મળે છે. સાથે સાથે વૃઘ્ધોની સાથે સાથે ઉત્તરના રાજયોમાં બાળકોને પણ માનસીક તણવાનું ભોગ બનવું પડે છે.ડિપ્રેશન અને આત્મહત્યા વચ્ચે એક મહત્વનું સંબંધ જોવા મળ્યું છે. પુરુષો કરતા મહિલાઓને મનમાં વધુ માઠું લાગી જાય છે. મહિલાઓમાં ડિપ્રેશન, માનસીક અશાંતિ ખોરાક સંબંધી મુશ્કેલીઓ અને છોકરાઓમાં વર્તુણુંક અને ઓટોઝમ અને હાઇપર એકટીવીટી જેવી માનસીક મુશ્કેલીઓ જોવા મળ્યા છે.ભારતમાં વધતી જતી વસ્તી વચ્ચે આસામાજીક શાંતિ અને જાહેર આરોગ્યની મુશ્કેલીઓ અંગે કરવામાં આવેલ સર્વમાં ભારતના નાગરીકોને કોઇપણ કારણ સબબ માનસીક બિમારીનો ભોગ બનવું પડે છે.