- વિશ્ર્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ
- ભારતમાં અંદાજે છ કરોડથી વધુ લોકો માનસિક વિકૃતિઓથી પીડાય છે: હતાશા અને અસ્વસ્થતાના કારણે વૈશ્ર્વિક અર્થતંત્રને દર વર્ષે એક અબજ ડોલરની ઉત્પાદકતા ગુમાવવી પડે છે: બદલાતી જીવન શૈલી વચ્ચે માનસિક સ્વાસ્થ્ય જાળવણી એક મોટો પડકાર બની રહ્યો છે
ચિંતા, તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યા લોકોમાં વધી રહી છે: લોકો હજુ પણ આ સમસ્યાને ગંભીર લેતા નથી અને તેના વિશે વાત કરતા પણ અચકાય છે: આપણાં દેશમાં પુરૂષો કરતાં મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે: માનસિક સ્વાસ્થ્યનો શારીરિક સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે
આજના યુગમાં માનસિક સ્વાસ્થ્ય જેટલુ શ્રેષ્ઠ એટલું જ તમારૂ જીવન સુંદર આનંદમય અને શાંતિપૂર્ણ બદલાતી જીવન શૈલી વચ્ચે માનસિક સ્વાસ્થ્ય જાળવણી આજના યુગનો સૌથી મોટો પડકાર છે. આજે વિશ્ર્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી વૈશ્ર્વિક સ્તરે થઈ રહી છે. ત્યારે આ સમસ્યા વિશ્ર્વમાં વસતા દર ચાર વ્યકિત પૈકી એકમા જોવા મળે છે. આપણા ભારત દેશમાં છ કરોડથી વધુ વ્યકિતઓ માનસિક વિકૃતિથી પીડાઈ રહ્યા છે. હતાશા અને અવસ્થતાના કારણે વૈશ્ર્વિક અર્થતંત્રને દર વર્ષે એક અબજથી વધુ ડોલરની ઉત્પાદકતા ગુમાવવી પડે છે. આજના યુગમાં ચિંતા, તણાવ, ડિપ્રેશન જેવી સમસ્યા લોકોમાં વધી રહી છે. ત્યારે લોકો હજુ પણ આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી, તેમજ અન્યોને આ વિશે વાત કરતા પણ ખચકાટ અનુભવે છે.
આ વર્ષની ઉજવણી થીમ કામ પર માનસિક સ્વાસ્થ્ય છે જેનો હેતુ લોકો પોતાના ર્કાના સ્થળે તન મનથી તંદુરસ્ત રહીને ઉત્સાહ ઉમંગથી કાર્ય કરે તેવો છે, જોકે કામ સ્થળે કાર્ય બોજ, તણાવ યુકત વાતાવરણ, અસલામતી જેવી બાબતો તેના માનસિક સ્તરેયનાં તેના કાર્ય પર ગંભીર અસર કરે છે. નબળા માનસિક સ્વાસ્થ્યને કારણે કામગીરીમાં ઘટાડો, કામથી ગેરહાજરી, ડિપ્રેશન અને ચિંતાને કારણે દર વર્ષે લગભગ 12 અબજ કામક્ાજના દિવસો બગડે છે.કલંક અને ભેદભાવ પણ ધણીવાર માનસિક સ્થિતિ નબળી હોય તેને મદદ મેળવવા કે નોકરી શોધવામાં અડચણ ઉભી કરે છે. આજના દિવસે કાર્યના સ્થળે ભેદભાવ ઘટાડીને તંદુરસ્ત વાતાવરણ નિર્માણ કરવું જોઈએ આવી સમસ્યાવાળી વ્યકિતને સહયોગ ન મળવાથી તેનામાં નકારાત્મક અસર ઉભી થાય છે.
આજે વિશ્ર્વમાં લગભગ 30 ટકાથી વધુ લોકોનું માનસિક સ્વાસ્થ્ય નબળુ જોવા મળે છે. આવી સમસ્યા વાળા દારૂના રવાડે કે ધણીવાર આપઘાત પણ કરી લેતા હોય છે. દેશનો વિકાસ એ ત્યાંના નાગરીકો સાથે જોડાયેલ છે. વ્યકિત જ જયારે માનસિક રીતે સ્વસ્થ ન હોય તો તેની અસર લગભગ દરેક ક્ષેત્ર પર પડી શકે છે. તમારા કાર્ય કરવાની રીત ઉપર તમારી માનસિક સ્વાસ્થ્યની સીધી અસર પડે છે. તમે દવા ન લેતા હોવા છતાં તમો બિમાર હો છો, કોઈ પણ કારણ વગર તમને માંદગીનો અહેસાસ આ માનસિક અસ્વસ્થતા કરાવે છે. તમારી જીવન શૈલીમાં પુરતી ઉંધ આ માનસિક સ્વસ્થતા સાથે સીધો સંબંધ ધરાવે છે. ધણીવાર લોકો એકલાહ હોવાનું પસંદ કરતા હોય કે નવા કાર્યથી ડરતાં હોય કે ઉદાસી અને હતાશા ધરાવતા હોયતો તેને ડોકટરી તપાસ કરાવી લેવી જરૂરી છે.
આ દિવસની ઉજવણી માટે વૈશ્ર્વિક સ્તરે ગ્રીન રિબનનો લોગો આપવામાં આવ્યો છે. આ સમસ્યાથી બચવા વિશ્ર્વાસુ મિત્રો અને પરિવારની વચ્ચે સતત રહેવાથી સહાનુભૂતિ મળવાથી આપણું મગજ શાંત રહે છે અને ખરાબ વિચારો ઓછા આવે છે. માનસિક સ્વાસ્થ્ય વિશે બધા સાથે ખુલીને વાત કરવી આવશ્યક છે, તેનાથી તમારા જીવનના ઉતાર ચઢાવનો વધુ સારી રીતે સામનો કરી શકશો. ઘણીવાર મિત્રો સાથે ફરવા કે સાથે ચા પીવાથી મન હળવું થઈ જાય છે.
યુનાઈટેડ નેશન દ્વારા સિસ્ટમ મેન્ટલ હેલ્થ એન્ડ વેલબીઈંગ સ્ટ્રેટજી 2024 બહાર પડાય છે. જેમાં સારા માનસિક સ્વાસ્થ્ય બાબતે માર્ગદર્શન છે. લોકોનું માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી કાર્યના સ્થળે અસર કરતુ હોવાથી દરેકની ભૂમિકા આ બાબતે જરૂરી છે. કર્મચારીને સહયોગ આપવો જરૂરી છે. પહેલુ સુખ તે જાતે નર્યા કહેવતનો અર્થ જ સૌ માટે માનસિક તંદુરસ્તી ખૂબજ જરૂરી છે. 1992થી આ દિવસ ઉજવાય છે. ત્યારે સૌએ માનસિક રોગો પરત્વે જનજાગૃતિ કેળવવી જ પડશે. કોરોના મહામારીના સમયે આ સમસ્યા મોતના ભયને કારણે ઘણી વકરી હતી આપણો દેશ સ્વાસ્થ્ય ક્ષેત્રે જેટલો ઝડપથી આગળ વધ્યો છે. તેટલી ઝડપે આપણે માનસિક તંદુરસ્તી મેળવી નથી શકયા.
માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક જીવન શૈલીનો ઉપયોગ કરવો જરૂરી છે. પ્રાચિન કાળથી ચાલી આવતી યોગ પ્રાણાયામ અપનાવીને આપણે સ્વસ્થતા કેળવી શકીએ છીએ. વિદેશી લોકો પણ મન-મગજની શાંતિ અને આનંદમય જીવન જીવવા આપણી સંસ્કૃતિની જીવન શૈલી અપનાવી રહ્યા છે, અને આપણે તેની અપનાવી ને સામેથી રોગોને આમંત્રણ આપીએ છીએ. આજના યુગમાં માનવી પારિવારીક સાથે ધણી જવાબદારીઓ વહન કરવાની હોવાથી તેના માટે મેન્ટલ હેલ્થ અગત્યની બાબત બની જાય છે. મહિલાઓ કામકાજના બોજથી દબાયેલ હોવાથી તેને સૌથી વધુ અસર થવાની શકયતાઓ વધે છે. પરિવારનું ધ્યાન રાખવામાં મહિલા પોતાના સ્વાસ્થ્ય બાબતે દરકાર કરતી નથી. માનસિક અવસ્થતાને કારણે હાઈબ્લડ પ્રેશર, હૃદયના રોગો, હોર્મોન્સ અનબેલેન્સ, ભુખ ન લાગવી કે પાચન તંત્રની સમસ્યા વધી જાય છે. મેન્ટલ હેલ્થ સારી ન રહેવાથી તેની સીધી અસર આપણા વિચારો પર પડે છે. આવી સમસ્યાથી પીડીત વ્યકિતને જીવન જીવવામાં રસ નથી રહેતો અને તેનો ઉત્સાહ ભરી જાય છે, એટલે જ તન-મનની તંદુરસ્તી જ તમને જીવન આનંદ આપે છે.
આજથી જ તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરો
માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને નડતી સમસ્યાઓ વિશે દરેકે જાગૃત થવું જ પડશે. અને પોતાના માનસિક સ્વાસ્થ્યને સુધારવા ધ્યાન કેન્દ્રીત કરવુ જ પડશે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, ડિપ્રેશન અને ગભરાટના વિકાર જેવા મુદા, સ્કિઝોફ્રેનિયા કે બાયપોલર ડિસઓડર જેવી સમસ્યા વિશ્ર્વભરનાં લાખો લોકોને અસર કરે છે. દર ચોથી વ્યકિત તેમના જીવન કાળ દરમ્યાન અમૂક પ્રકારની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાનો અનુભવ કરે છે. દર વર્ષે લાખો લોકો આ સમસ્યાને કારણે મૃત્યુ પામે છે.