દેશમાં દર વર્ષે 10 લાખ લોકો લીવર રોગથી પીડાય છે: શરીરનાં આ મહત્વના અંગ વિશે લોક જાગૃતિનો અભાવ

વિશ્વ યકૃત દિવસની થીમ જાગૃત રહો, નિયમિત લીવર ચેક-અપ કરો, ફેટો લીવરની કોઇપણને અસર થઇ શકે: ફાસ્ટ ફુડ કે ચરબી વાળા આહારોથી રહો દૂર

આપણાં વાહનનું લીવર અન શરીરના લીવરએ બન્નેની સંભાળ અને ઘ્યાન રાખવાની જરુર છે, બન્નેની બેદરકારી જોખમી સાબિત થાય છે. આપણાં દેશમાં દર પાંચમાંથી એક વ્યકિતને લીવરની બીમારી જોવા મળે છે. ત્યારે દર વર્ષે 10 લાખ લોકો લીવરના રોગથી પીડાય છે. સૌથી કરૂણ વાત તો એ છે કે શરીરના આ મહત્વનાં અંગ વિશે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે.

લીવરને ‘યકૃત’ નામથી પણ ઓળખાય છે ત્યારે આજે વિશ્વ લીવર દિવસે તેની ઉજવણી માટેની વાર્ષિક થીમમાં જાગૃત રહો, નિયમિત લીવર ચેક, અપ કરો, અન ફેટી લીવરની અસર કોઇપણને થઇ શકે છે.આપણી જીવન શૈલી  ખાન-પાનને કારણે કોઇપણ વ્યકિતનું લીવર ચરબી યુકત બની શકે છે. મેદસ્વીતા, ડાયાબીટીસ અને વધુ પડતાં આલ્કોહોલનું સેવન તેના જોખમી પરિબળો છે.

આપણાં દેશમાં નોન આલ્કોહોલિક ફેટી લીવર ડીસીઝની સમસ્યા જોવા મળે છે. આપણે આપણાં લીવરની કાળજી લઇને તે બાબતે વધુ જાણકારી મેળવવીએ.પવર્તમાન યુગમાં લીવરમાં રોગો સામાન્ય વસ્તુ બની ગઇ છે ત્યારે અગાઉ હેપેટાઇટિસ બી અને સી પ્રકારે જાણીતા હતા, પણ હવે જાડાપણું અને આલ્કોહોલના વધુ પડતા સેવનને કારણે લીવરના રોગોના કેસ ઝડપથી વકરી રહ્યા છે. રોગથી બચવા થોડી સાવચેતી રાખવી જરુરી છે.

લીવર આપણાં શરીરના ખોરાકમાં પચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પૌષ્ટિક તત્વો ખોરાકને પચાવ્યા બાદ તેની પ્રક્રિયામાં હાજર રહેલ ટોકિસન્સ (ઝેર) આપણા લીવર પર અસર કરતું હોવાથી તે આપણું લીવર બગાડે છે. લીવરનાાં રોગના મુખ્ય ત્રણ કારણોમાં પ્રથમ આલ્કોહોલ જે તેને સીધુ નુકશાન કરે છે. આલ્કોહોલના કારણે શરીરમાં ચરબી એકઠી થવા માંડે છે જે બીજા સ્થાને આવે છે. ને ત્રીજા કારણમાં ચરબી જમા થવાથી, વાયરલ ઇન્ફેકશન પણ લીવરના રોગોને આમંત્રણ આપે છે. હેપેટાઇટિસ બી અને સી પણ લીવરના કોષોને અસર કરે છે.

ફેટી લીવર જોખમ કેટલું ?

આપણી જીવન શૈલીમાં ફેટી લીવરનું જોખમ વધે છે. કારણ આપણે બહારના ફાસ્ટ ફુડ ખાવામ)ં બહુ રસ લેતા થઇ ગયા છીએ. આપણાં ખોરાકમાં ફકત મીઠાઇમાં જ નહીં પણ ઘણા ખાદ્ય પદાર્થોમાં કાર્બોહાઇડેરનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે પાચન દરમ્યાન ફેટમાં ફેરવાઇ જાય અને લીવરમાં જમા થતા તેની માત્રા વધતા લીવરને અંદરથી નુકશાન કરે છે. આને ફેટી લીવર કહેવાય છે. પ્રારંભમાં તેના કોઇ લક્ષણ દેખાતા ન હોવાથી આ સમસ્યા વધુ વકરી ગયા બાદ આપણને જાણવા મળે છે. કે નિદાન સારવારમાં ખબર પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.