વિશ્વમાં સાત હજારથી વધુ રેર ડિસીઝ, જે પૈકી 85 ટકા જિનેટિક
અબતક, અમદાવાદ
સમગ્ર વિશ્વમાં અનેકવિધ એવા રોગો છે જેનું નિદાન ક્યારેક શક્ય હોય છે તો ક્યારેક સહેજ પણ શક્ય હોતું નથી પરંતુ સમગ્ર વિશ્વમાં રેર ડીસીઝનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે પરંતુ જો આ પ્રકારના રોગોમાં સમયઅનુસાર સારવાર દર્દીઓને મળી રહે તો દર્દીઓનું મોત નિપજતા તું નથી અને તેઓ આ ગંભીર બીમારીથી પણ બચી શકે છે. રેર ડીસીઝ આ અંગે અનેક વિધ સર્વે અને અભ્યાસ પણ હાથ ધરવામાં આવેલા છે અને અનેકવિધ તારણો પણ બહાર આવ્યા છે. ગુજરાત રાજ્યમાં જે આંકડો બહાર આવ્યો છે.
આ પ્રકારના રોગોમાં તેમાં એવા સ્પષ્ટ થાય છે કે દર પાંચ હજાર લોકોમાંથી એક વ્યક્તિને આ પ્રકારની ગંભીર બીમારીનો ભોગ બનવું પડે છે જેમાં મેનકેસ, ટેઈ-સેસ, મોરકિયો-એ અથવા જીએનઇ માયોપેથી નો સમાવેશ થાય છે પરંતુ આ દર્દમાં જો દર્દીની સમયસર સારવાર ન થાય તો તેનું મૃત્યુ પણ નીપજે છે. મુખ્યત્વે આ અંગે કારણ એવું પણ બહાર આવ્યું છે કે આ પ્રકારના તમામ રોગ જિનેટિક હોય છે. તેની સારવાર જો જનરલ પ્રેકટીશનર ડોક્ટર દ્વારા વહેલાસર કરવામાં આવે તો તેનું નિવારણ શક્ય બને છે. ગુજરાતમાં આ પ્રકારના કેસો સતત વધી રહ્યા છે તો સામે વૈશ્વિક ફલક ઉપર 7000 જેટલા રે રોગો એવા છે કે જેમાં થી 85 ટકા જિનેટિક કમ્પોનન્ટ ના હોવાનું સામે આવ્યું છે.
એટલું જ નહીં કેન્દ્રને પણ તાકીદ કરતા અંગે અનેક વખત માહિતી પ્રસારિત કરવામાં આવી છે કે કોરોના ની સ્થિતિ સુધરતાં ની સાથે જ જે આ પ્રકારના ગંભીર રોગો છે તેનું નિવારણ અને તેની સારવાર શરૂ કરવી જોઈએ જેથી લોકોને આ દર્દમાંથી મુક્તિ પણ મળી શકે એટલું જ નહીં આ પ્રકારના આશરે ત્રણ બાળકો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ અંગે સિવિલ હોસ્પિટલના અધિકારી સાથે વાતચીત દરમિયાન એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અમદાવાદ સિવિલ ખાતે કુલ ચાર બાળકો આ પ્રકારના રોગોની સારવાર લઇ રહ્યા છે જેમાંથી ત્રણ જેટલા બાળકોના હેલ્થ કાર્ડ હજુ સુધી થયા નથી.