ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની પ્રિ-સ્કૂલ એટલે કે શિશુ નિકેતનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

સામાન્ય રીતે યુનિવર્સિટી શબ્દ સાંભળીએ એટલે મનમાં મોટું કેમ્પસ, માસ્ટર્સ અને પી.જી. કોર્સિંસમાં અભ્યાસ કરતા યુવાનોનું દ્રશ્ય સામે આવે. પરંતુ ગાંધીનગરમાં એક એવી યુનિવર્સિટી છે, જે પ્રિ-સ્કૂલ એટલે કે બાલમંદિરથી પ્રવેશ આપે છે. કદાચ વિશ્વની આ એકમાત્ર એવી યુનિવર્સિટી છે, જે નાના બાળકોને પણ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપે છે.

વાત છે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની. એકતરફ સમગ્ર રાજ્યમાં સ્કૂલ, કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની પ્રિ-સ્કૂલ એટલે કે શિશુ નિકેતનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે બાળકને ત્રણ વર્ષ પૂરાં થયાં હોય તેમને અહીં પ્રવેશ આપવામાં આવે છે. અહીં નવ્ય, દિવ્ય અને ભવ્ય એમ ત્રણ કેટેગરીમાં ત્રણથી પાંચ વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.

મહત્ત્વની વાત એ છે કે, અહીં બાળકોને એક્ટિવિટી બેઝ લર્નિંગ એટલે કે પ્રવૃત્તિના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે, અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવો એ આ યુનિવર્સિટીનું ધ્યેય છે. તેજસ્વી બાળક : તેજસ્વી ભારતના ધ્યેયસૂત્ર સાથે આ યુનિવર્સિટી ચાલી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.