આપણે ખજાનાની ઘણાં કથાઓ સાંભળતા આવ્યા છીએ પરંતુ આપણા દેશમાં ખજાનાની ફક્ત કથાઓ જ નથી. અહીં અસંખ્ય સ્થળો છે જ્યાં આજે પણ ખજાનો મળે છે અંદાજો લગાવો કે તિરુવનંતપુરમનું શ્રીપદ્મનાભસ્વામી મંદિરમાં જે ખજાનો મળ્યો તે કેટલો હતો, જ્યારે હમણાં જ સૌથી મોટા ખજાનાનો દ્વાર ખુલવાનો બાકી છે.

ભારત માં પ્રાચીન કાળથી વિદેશી આક્રમણ થતા રહ્યા છે. જમીન માં ખજાનો મેળવવા પાછળ આક્રમણ સૌથી મોટુ કારણ છે. આક્રમણ કરનાર દેશો ખજાનો લૂંટવા માટે જ આવતા હતા, કારણ કે અહીંના રાજાઓ અને લોકોએ પોતાનો ખિજાનો જમીનમાં દાટી તેને સલામત રાખતા હતા.

રાજસ્થાનના એક ગામમાં એવું કહેવાય છે કે ત્યાં દરેક પગલે ખજાનો દાટેલો છે. તેથી આ ગામનું નામ જ ધનગવા રાખ્યું છે આ ગામ રાજસ્થાનના જબલપુરમાં આવેલ છે.

અહીં ખજાનો શોધી કાઢવા બહારથી પણ લોકો આવે છે. ગામ લોકોનો દાવો છે કે જ્યાં પણ ખોદકામ કરવામાં આવશે ત્યાં ખજાનો મળશે. આ ગામ માં એટલો ખજાનો છે કે સમગ્ર જબલપુરની કાયા પલટી શકાય છે

અહીંના લોકોમાં ઘણી વાર જોવા મળે છે કે તેઓ છુપાઈ ને ખોદકામ કરે છે. જેનાથી તેઓ દાવો કરે છે કે મોટાભાગના લોકોને ખજાનો મળ્યો પણ છે. મકાન બનાવતી વખતે ઘણી વાર ખજાનો મળે છે, આ કારણ છે કે અહીં મકાનોનું ખોદકામ શરૂ હોય ત્યારે મકાન માલિક પોતે હાજર રહે છે. તેમને ડર લાગે છે કે ખજાનો મજુર ના હાથમાં ન આવી જાય.

અહીં ખજાનાનો એક કીસ્સા ખૂબ જ જાણીતો છે. માર્બલનું ખોદકામ કરવા વાળા એક ખાનદાનને એટલો ખજાનો મળ્યો કે તે માલામાલ થઈ ગયા અને પછીથી તે ખૂબ જ સમૃદ્ધ માણસ બની ગયા.

કેટલાક લોકોનું કહેવું એવું પણ છે કે હજુ પણ ઓછામાં ઓછા 10 સ્થળોએ મોટા જથ્થામાં ખજાનો છે. તક મળે ત્યારે હજુ પણ લોકો તેને શોધવા લાગે છે. તેમને આશા છે કે જ્યારે પણ તેમને ખજાનો મળશે તેમના દિવસ બદલાઈ જશે.

રાજસ્થાનમાં ખજાનો મળવો સ્વાભાવિક છે કારણ કે ત્યાં મોટાભાગના રાજા મહારાજા રેહતા હતા, તે તેમના ખજાનાને મહેલથી દૂર ઘણા સ્થળોએ દાટી રાખતા હતા જેથી પછી કાઢી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.