દક્ષિણ દિશામાં મૂર્તિનું મુખ ધરાવતા દેશના બે શિવાલયો પૈકી એક
સુરેન્દ્રનગરમાં અનેક પ્રાચિન શિવાલયો આવેલા છે. તેમાંનુ એક અણઘટનાથ મહાદેવ મંદિરમાં મહાદેવ દક્ષિણામુર્તિ સ્વરૂપે બીરાજમાન છે. દેશમાં આવી માત્ર બે જ મુર્તિ છે. એક એમ.પી ઉજ્જૈન મહાકાલ અને બીજી ગુજરાત સુરેન્દ્રનગર અણઘટનાથ મહાદેવ મંદિર.
આ અંગે મંદિરના પુજારી અશ્ર્વીનભાઇ મહેતા અને જગદીશભાઇ દવેએ જણાવ્યુ કે, દેશમાં બે મંદિરો છે, મહાકાલ અને આ અણઘટનાથ મહાદેવ મંદિર છે.આ મંદિર અંદાજીત 150 વર્ષથી પણ જુનુ છે. જેનો ઇતિહાસ છે કે વઢવાણ સ્ટેટના દિવાન ત્રિવેદી પરીવારના ખેતરો આ સ્થળે તે સમયે હતા.
વઢવાણ સ્ટેટમાં બહારથી બ્રાહ્મણો આવતા ત્યારે હરીદ્વાર તરફથી આવેલા બ્રાહ્મણોએ તેમના ખેતરમાં મુર્તિ હોવાનુ જણાવતા ખેતરની માટીમાંથી એક સ્વયંભુ શિવલીંગ પ્રગટ થયુ હતુ. જેની સ્થાપના ત્યાંજ ઓટો બનાવી બ્રાહ્મણોએ કરી હતી.બ્રીટીશ રાજ સમયે આ સ્થળ કાંપ તરીકે ઓળખાતુ અધિકારી અને તેમના પત્ની ફરવા નિકળ્યા હતા. તેમણે જોયુ કે મંદિર રોડ વચ્ચો વચ્ચ છે આથી હટાવવુ પડશે તેમ જણાવ્યુ હતુ. પરંતુ વાઇસરોયની પત્નિને નાગદાદા અને મહાદેવ સ્વપ્નમાં આવ્યા અને તેમણે તે વાત વાઇસરોયને કહેતા તેમણે મંદિર ન હટાવવા ફરમાન કર્યુ. જ્યારે મુળજી જેઠા માર્કેટવાળા ભાટીયા પરીવાર જેમણે એનટીએમ સ્કુલ અને ધર્મશાળા બનાવી હતી. તે મુળજી જેઠાભાઇના બેનને ટીબી થતા મુંબઇ હવામાન શારૂ ન હોવાથી સુરેન્દ્રનગર આવ્યા હતા.
તેઓ દવા લેવા જતા ત્યારે અચુક મહાદેવ દર્શન કરી જતા તેમને ટીબી મટે તો મંદિર બનાવવા સંકલ્પ કર્યો હતો બાદમાં સ્વસ્થ થતા અહીં 1923માં ઓટાના સ્થળે મંદિર બનાવ્યુ હતુ.અહીં નાગર બ્રાહ્મણ કેદાર બાપુ તે વખતે પુજાપાઠ કરાવતા હતા.2002 ભુકંપમાં મંદિર જર્જરીત થયુ હતુ. જે 2004-05માં જીર્ણોધ્ધાર લોકસહકારથી કરાયો હતો.જેઠ સુદ બીજના 15-6-2024ના રોજ મંદિરને 100 વર્ષ પુરા થશે.
હાલ શ્રાવણમાસમાં મંદિરે સવાલક્ષ પાર્થેશ્ર્વરપુજન, અભિષેક, પાઠાત્મક લધુરૂદ્ર, પંચદ્રવ્ય પુજન ચાર પ્રહરની આરતી અને શણગાર કરાય છે.અહીં દર્શનથી મહાકાળ મંદિર ઉજ્જૈન જેટલુ પુણ્ય મળતુ હોવાથી અનેક ભક્તો આવે છે. આ મંદિરની ખાસીયત છે કે સામાન્ય રીતે મહાદેવ મંદિરે પુરૂષોજ જળકે અભિષેક કરી કશે છે પરંતુ આ મંદિરે મહિલાઓ પણ અભિષેક અને પુજન કરી શકે છે.
દક્ષિણ દિશામાં સ્મશાન હોવાથી તે તરફ કાળના પણ કાળ મહાકાળનું મુખ સામાન્ય રીતે મંદિરોના મુર્તિ,ઘર, દુકાનોના મુખ દક્ષિણ દિશા તરફ રાખવામાં આવતા નથી.પરંતુ મહાદેવ એ દેવોના દેવ અને કાળના પણ કાળ છે એટલે તેઓ મહાકાળ તરીકે પણ પુજાય છે. કાંપ સ્ટેશન વખતે અહીં શિવજી મંદિરનો ઓટલો હતો જ્યાં સોનાપુરી સ્મશાને લઇ જવાતા મૃતદેહોનો અંતિમ વિસામો આ મંદિર હતુ બાદમાં મંદિર બનતા સોનાપુરી સ્મશાનમાં અંતિમ વિસામો આપવામાં આવે છે.
શ્રાવણમાસમાં 100 વર્ષજુના 15 કિલો ચાંદીથી શણગાર અણઘટનાથ મહાદેવ મંદિરને જયંતીલાલ જગદંબાપ્રસાદ પરીવારના રતનબા તરફથી 15 કિલો ચાંદીનું મહોરૂ અને મુર્તિ તથા નાગ અર્પણ કરાયા હતા.જે હાલ 100 વર્ષ જુના છે શ્રાવણમાસ અને શિવરાત્રી દરમિયાન મંદિરે તેનો શણગાર કરાય છે. જ્યારે રામભાઇ ભટ્ટ દ્વારા જર્મન પંચધાતુ 20 કિલોનું મહોરૂ અને નાગ અર્પણ કરાયા તે પણ વર્ષો જુના છે જે શ્રાવણ માસમાં શણગારમાં ઉપયોગમાં લેવાય છે.