દેશના ચૂંટણીપંચ દ્વારા ભારતના પ્રત્યેક મતદાર સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીશકે તે માટે જયાં વસ્તી હોય ત્યાં મતદાન મથક ઉભુ કરે છે. કેટલાક વિશિષ્ટ મતદાન મથકમાં ગીરના તુલશીશ્યામમાં જંગલમાં બાણેજ નેસમાં એકમાત્ર મતદાર એવા બાણેજના મહંત માટે ખાસ મતદાન મથક ઉભુ કરવામાં આવે છે. તો બીજી તરફ નિકોબાર ટાપુ પર સોમપેન ઝુંપડી ખાતે મતદાન મથક ઉભુ કરવામાં આવે છે. પરંતુ ત્યાં એકપણ મત પડતુ નથી.
ભારતના કેન્દ્ર શાસીત પ્રદેશ તરીકે આંદામાન નિકોબારનાં ટાપુઓમાં વિશ્ર્વની સૌથી જૂની પથ્થર યુગની સંસ્કૃતિ સાથે જોડાયેલા મારવા આદિવાસી વસે છે. આ વસ્તી વિશ્ર્વ સાથે આજે પણ કોઈપણ સંપર્ક રાખતી નથી તેમની નજીક કોઈને જવા દેતા નથી તાજેતરમાં જ એક વિદેશી પ્રવાસીએ સરકારની મનાઈ હોવા છતાં સ્થાનિક માછીમારની મદદથી આદિવાસીઓની નજીક જવાનો પ્રયત્ન કરતા તેને ઝેરી તીરકામઠાથી મારી દરિયાકાંઠે જ દાટી દીધો હતો.
ચૂંટણીમાં દક્ષિણના છેવાડાના કેન્દ્રથી ૨૦ કીમી દૂર જંગલમાં આવલે ઈન્દીરા પોઈન્ટમાં ચૂંટણી પંચ દ્વારા ઝુંપડી મતદાન મથક ઉભુ કરવામાં આવે છે. નિકોબાર ઈન્દરા પોઈન્ટ પરનું આ મતદાન મથક પર એકપણ મતદાન થતુન થી આંદામાન નિકોબારના મુખ્ય ચૂંટણી અધિકારી સમપેન હટ વિસ્તારમાં ૬૬ અને ૨૨ મતદારો માટે આ બે બુથ ઉભા કરવામાં આવે છે. પરંતુ એ લોકો જાણતા જ નથી કે મતદાન કેવી રીતે કરવું આ પ્રજાતી અઠવાડીયામાં એકાદવખત ગાઢ જંગલમાંથી રાશન લેવા બહાર આવે છે.