ધાર્મિક માન્યતાનુસાર કહેવાય છેકે અહી વનવાસ
દરમિયાન માતા સીતાએ ‘ભાત’ રાંધ્યા હતા
‘યાત્રા’ અને દાર્શનિક સ્થળ માનવજીવન માટે શાંતિ, બદલાવ અને પવિત્ર વિચારોનું પ્રતિક છે. દરેક ધર્મોમાં યાત્રા અને ધર્મદર્શનનું મહત્વ રહેલું છે. દરેક લોકો વિવિધ અને પ્રસિધ્ધ યાત્રા ધામોથી તો પરિચિત છે. પણ આજે આપણે જે દર્શનીય સ્થળની વાત કરવાના છીએ તેનાથી કદાચ ઘણા ઓછા લોકો પરિચિત હશે.
શ્રીરામના વનવાસ સાથે જોડાયેલા આ સ્થાન વિશે એક માન્યતા રહેલી છે. કહેવાય છે કે આ સ્થળે સીતામાતાએ ભાત રાંધ્યા હતા. અને તેથી જ આ સ્થળનું નામ પણ ‘સીતારસોઈ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન એક પ્રાચીન મંદિરની નજીક અત્યન્ત પ્રાચીન ગુફામાં સ્થિત છે. તેમાં પથ્થરો કેટલાક દુર્લભ ચિત્રો કોતરાયેલા છે.
ઉતરપ્રદેશમાં પ્રયાગરાજ જસરાબજાર નામની જગ્યા પર આ પવિત્ર ‘સીતારસોઈ’ સ્થળ આવેલું છે. કહેવાય છે કે શ્રીરામ અને સીતાજીએ યમુનાના તટ પર અહી રાત્રિ વિશ્રામ કર્યો હતો.
ઉતર પ્રદેશમાં પ્રયાગરાજ જિલ્લામાં ટકટઈ ગામથી 3 કિ.મી. તથા ઋષિયનથી 6 કિ.મી. દૂર જનવામાં એક પહાડી પર એક શિલા છે. આ શિલા ‘સીતારસોઈ’ છે.અહીં ગુફાના દ્વાર પર ચિત્રલિપિમાં કંઈક લખાયેલું છે. જેને હજુ સુધી વાંચી નથી શકાયું. ગાઢ જંગલમાં સીતા રસોઈથી આશરે 4 કિ.મી. દૂર સીતા પહાડી છે. શ્રીરામ-સીતાએ કરેલા વિશ્રામથી લઈને સીતાજીએ બનાવેલા માત તેમજ ગુફાના દ્વાર પર ચિત્રલિપિની વાર્તા સીતા રસોઈની જેમ એક રહસ્યમય બાબત છે.