- ક્યાં છે મોંઘવારી….બોલ …..બોલ!!!
- 84 મેચમાં એક મેચ દીઠ 240 બોલ એટલે કે 84 મેચમાં કુલ 20160 બોલ નખાશે: આઇપીએલ જંગના કુલ બ્રોડકાસ્ટના હકો 48,390 કરોડ રૂપિયા થયા!!!
આઇપીએલ જંગમાં નખાતા એક બોલની કિંમત 2.4 કરોડ રૂપિયા હોવાની ચોંકાવનારી ગણત્રી કરાઇ છે. કુલ 84 મેચો રમાવાની છે. એક મેચમાં કુલ 240 બોલ નખાશે. (બંને ટીમોના 120 બોલ). આમ 84 મેચમાં કુલ 240 ઠ 84 મેચ એટલેકે કુલ 20160 બોલ નખાશે. આઇપીએલ જંગના કુલ બ્રોડકાસ્ટના હકો 48,390 કરોડ રૂપિયા. આમ ગણિત માંડીએ તો આઇપીએલના જંગમાં નખાતો એક બોલ 2.4 કરોડ રૂપિયામાં પડશે.જે દેશમાં એક બોલ પડવાની સાથે તેની કિંમત 2.4 કરોડ અંકાતી હોય ત્યાં મંદી અને આર્થિક ધબડકાની વાતો અસ્થાને લાગે છે.
આર્થિક ફાયદા માત્ર બ્રોડકાસ્ટ રાઈટ્સ સુધી મર્યાદિત નથી. ટિકિટ વેચાણ, સ્પોન્સરશિપ અને મર્ચેન્ડાઈઝિંગ પણ આઈપીએલના આર્થિક માળખામાં મહત્વની ભૂમિકા ભજવે છે.આઈપીએલના દરેક મેચમાં ટિકિટ વેચાણથી 6-8 કરોડની આવક થાય છે. જે આવક થાય છે તેમાંથી ખેલાડીઓ, અમ્પાયર, મેદાનો અને સપોર્ટ સ્ટાફને ભરપુર કમાણી થાય છે. આ સમગ્ર લીગને કારણે ભારતમાં ક્રીકેટ નવી ઉંચાઈ પર પહોંચે છે અને નવા ખેલાડીઓને આગળ આવવાની તક મળે છે.
વોચડોગથી બચીને પણ પોતાની કમાણી કેવી રીતે કરવી તેના અનેક નવા નવા કીમીયાઓ દર વર્ષે શોધાતા જ રહે છે. હવે પહેલા જેવી રસાકસી કે ઓછા બોલમાં વધુ રનની વાત ભૂતકાળ બની ગઇ છે. લોકો જાણે છે તેમ આઈપીએલમાં પૈસાની રમત પણ જોવા મળી રહી છે. એક અંદાજ પ્રમાણે એક બોલની કિંમત 2 કરોડથી વધુ થવા જાય છે. આમ આ ખેલ કરોડો રૂપિયાનો બનશે તેમાં શંકા નથી! સાથે દેશમાં એન્ડફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, એટીએસ, સીસીઆઇ જેવી અનેક સરકારી એજન્સીઓ પણ સતર્ક બની ગઇ છે. તેમની પાસે અગાઉથી યાદી તૈયાર જ હોય છે ત્યારે હવે કોની પર તેજ નજર રાખવી તે સમય બતાવશે. તાજેતરમાં ગુજરાતમાં પોલીસ કડક બની છે ત્યારે આ કામને રોકવાનું તેમનું ગજુ નથી. પરંતુ જો કેન્દ્રિય એજન્સીઓ પાસેથી ઇનપુટ મળશે તો કાર્યવાહી કરાશે, પરંતુ સાચો આંકડો મળશે કે કેમ તે જોવાનું રહેશે.
આઈપીએલના ફ્રેન્ચાઈઝો વૈશ્વિક લેવલે છવાયા
ક્રિકેટ રમવા કરતા રમાડવાવાળા મોટા!
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની ધમાકેદાર શરૂઆત થઇ છે. વિશ્વની અન્ય ટોપ-10 ક્રિકેટ લીગ મળીને કમાણીના મામલામાં આઇપીએલ કરતાં લગભગ ચાર ગણી પાછળ છે.આઇપીએલ ટીમ માલિકો ટીમ વ્યૂહરચના, ખેલાડીઓના સંપાદન અને એકંદર સંચાલન પર નોંધપાત્ર અસર કરે છે. તેમની વ્યવસાયિક કુશળતા ફ્રેન્ચાઇઝીઓને મૂલ્યવાન રમતગમતની સંપત્તિ અને સફળ બ્રાન્ડ્સમાં ઉન્નત કરવામાં મદદ કરે છે. જ્યારે મેદાન પર સફળતા સર્વોપરી છે, ત્યારે માલિકોની નાણાકીય સ્થિરતા અને વ્યવસાયિક વ્યૂહરચના પ. આઇપીએલ ટીમોની લાંબા ગાળાની ટકાઉપણું અને સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ક્રિકેટ અને વ્યવસાયનું આ મિશ્રણ આઇપીએલને વૈશ્વિક મંચ પર એક અનોખી અને ગતિશીલ લીગ બનાવે છે.વૈશ્વિક ટી20 લીગમાં આઈપીએલનો વિસ્તરણ ભારતની બહાર તેના વધતા પ્રભુત્વને પ્રકાશિત કરે છે. વ્યૂહાત્મક રોકાણો અને મજબૂત વ્યવસાયિક કુશળતા સાથે, ટીમ માલિકો ફ્રેન્ચાઇઝીને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડમાં પરિવર્તિત કરી રહ્યા છે. રમતગમત અને વ્યવસાયનું આ મિશ્રણ ખાતરી કરે છે કે આઇપીએલ એક નાણાકીય પાવરહાઉસ રહે, જે વૈશ્વિક સ્તરે ક્રિકેટના ભવિષ્યને આકાર આપે છે.