સંકલન,રાજદીપ જોશી: આજે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ છે. આ વર્ષે ત્રીજ તિથિ બે છે, શુક્રવારે અને શનિવારે પરંતુ શનીવારે ત્રીજ તિથિ સવારના 8 વાગ્યા સુધી જ છે. આથી અખાત્રીજ શુક્રવારે ગણાશે. વર્ષમાં ચાર વણજોયા મૂહૂર્ત આવે છે. 1. બેશતુવર્ષ, 2. ચૈત્રશુદ એકમ, 3. અખાત્રીજ, 4. દશેરા. આમ અખાત્રીજનું મહત્વ વધારે છે. અખાત્રીજનું મુહુર્ત વાસ્તુ લગ્ન, નવીદુકાનનું ઉદઘાટન સોના-ચાંદીની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. પરંતુ કોરોનાના લીધે આ વર્ષે આ બધા શુભ કાર્યો સાવ નહિવત છે. ભૂમીપૂજન, સગાય, લગ્ન જેવા અનેક કાર્યો મુલત્વી લોકો એ મુલત્વી રાખેલા છે. અખાત્રીજના દિવસે જલદાન દેવું શુભ છે. પાણી ભરેલા ઘડાનું દાન દેવું શુભ છે. ગાયોને ઘાસ નાખવું ઉતમ છે. અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામનો જન્મ થયેલો. આથી આ દિવસે પોતાના ઘરે બેઠા પરશુરામજીનું પૂજન કરવું.સવારના વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી સવારે બાજોઠપર સફેદ વસ્ત્ર પાથરી અને તેના પર ચોખાની ઢગલી કરી શ્રીકૃષ્ણ ભગવાન અથવા તો તેની છબી પધરાવી ભગવાનને ચાંદલો ચોખા કરી કરવા ત્યારબાદ અબીલ-ગુલાલ, કંકુ પધરાવું અને પછી વિષ્ણુ સહસ્ત્રનામ બોલવા ત્યારબાદ ભગવાનને મીઠાય ધરાવી આરતી કરવી.
ક્ષમાયાચના માગવી
અખાત્રીજના દિવસે સાંજના સમયે યંત્રનું પુજન કરવાથી સ્થીર લક્ષ્મી રહે છે. યંત્ર અથવાતો લક્ષ્મીજીનો સિકકો લઈ થાળીમાં રાખવો અગરબતી દિવો કરી અને યંત્રને ચાંદલો કરવો પોતે ચાંદલો કરવો ગણપતી દાદાને ચાંદલો ચોખા કરી સાકર અથવા ખાંડ વાળુ દુધ અને સુકત બોલતા બોલતા અથવાતા ૐ મહાલક્ષ્મૈ નમ: બોલતા બોલતા યંત્ર ઉપર ચડાવું, ત્યારબાદ સાફ કરી અને ચાંદલો ચોખા કરી અબીલ ગુલાલ કંકુ ફુલ પધરાવા પુજા કરી સાકરવાળુ દુધ ધરાવી આરતી કરવી શ્રમાયાચના માગવી આમ કરવાથી સ્થીર લક્ષ્મીની પ્રાપ્ત થશે. તેવું શાસ્ત્રક્ષ રાજદીપ જોશીની યાદીમાં જણાવાયું છે.