અબતક ચાય પે ચર્ચામાં રાજમાન નકુમની જિજ્ઞાસુ યુવાનોને સફળતા માટે ભાષાનું મહત્વ સમજાવી વિવિધ ભાષાઓ શીખવા કરી હાંકલ

માનવ સભ્ય સંસ્કૃતિમાં ભાષાનું અનેરુ મહત્વ છે. દરેક વ્યક્તિ જીવનમાં ભાષાનું શિક્ષણ નો પ્રારંભ પોતાની માતા ની ઉપમા આપવામાં આવી છે ,માતાને આથી જ કદાચ સર્વ શ્રેષ્ઠ શિક્ષક તરીકે લેખાવાતા હશે.  કેમકે બાળકને ભાષાનું પ્રાથમિક જ્ઞાન માં આપે છે ..અને દરેક વ્યક્તિ માટે માતૃભાષા નું મહત્વ અનેરૂ હોય છે .અલબત્ત એક થી વધુ ભાષા ની જાણકારી ને શિક્ષણ કેળવણી ઘડતર ની એક સારી નિશાની ગણવામાં આવે છે.

માનવ સભ્ય સંસ્કૃતિમાં ભાષાની જાણકારી અને એકથી વધુ ભાષા  જાણવી એ ખૂબ જ સારી બાબત ગણાય છે  વિશ્વમાં એક વર્ગ એવો છે જે ત્રણ ભાષાજાણે છે અને બીજો વર્ગ એવો છે કે જે ત્રણથી વધુ ભાષા જાણતો હોય… પરંતુ વિશ્વમાં કરોડોની વસ્તી વચ્ચે માત્ર 1000 વ્યક્તિ  એવા હશે કે જેને 10 થી વધુ ભાષા આવડતી હોય… વિશ્વમાં અંગ્રેજી ફ્રેન્ચ અને જર્મન ટોપ 3 માં આવે છે .આ ત્રણ ભાષા હસ્તગત કરનારને એને પોલીગોવા કહેવામાં આવે છે .અને ત્રણથી વધુ ભાષા રાજમાન નકુમ: જેમ આવડતી હોય તેને હાઇપર પોલી ગોવા કહેવામાં આવે છે

અબતકના ચાય પે ચર્ચા વિચાર વિમર્શ મનોમંથનના અને જનજાગૃતિ માટેના ઉત્તમ માધ્યમ એવા કાર્યક્રમમાં આજે એક એવી વ્યક્તિની મુલાકાત જેને વિશ્વની 10 ભાષા આવડે છે એવા રાજમાં નકુમ સાથે આજે વિવિધ મુદ્દાઓ સાથે  અબ તકના રિપોર્ટર એન્કર ડોક્ટર અરૂણભાઇ દવે દ્વારા કરવામાં આવેલ ચર્ચા અને પરામર્સ અહીં વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવ્યો છે

સામાન્ય રીતે ગુજરાતી ,હિન્દી ,અંગ્રેજી ,સંસ્કૃત ,રશિયન અરબી  ફ્રેન્ચ જેવી વિવિધ ભાષાઓનો સવિશેષ પ્રયોગ થઈ રહ્યો છે ત્યારે એક સાથે 10 ભાષા જાણવી એ ખરેખર મોટી સીધી ગણાય

પ્રશ્ન: યુવા અવસ્થા, થનગનાટની ઉંમરમાં સંસ્કૃત સહિત એકથી વધુ ભાષા શીખવાનું શોખ કેમ ઊભો થયો?

રાજમાન નકુમ: વિવિધ ભાષાઓ શીખવા નું મારા પિતા નું સપનું હતું, મારી વાત કરું તો મને બિઝનેસ નો શોખ છે પિતાજી નું કહેવાનું હતું કે દુનિયા ખૂબ જ નાની છે, વ્યવસાયિક વ્યવહાર માટે વિવિધ ભાષા ની જાણકારી જરૂરી છે, ભાષાની જાણકારી નો અભાવ અનેક વિધનોનું કારણ બને અને વ્યવસાયિક વિકાસમાં ક્યાંય વિઘ્ન ન આવે તે માટે મને વિવિધ ભાષાઓ શીખવાનો શોખ જનમ્યો. અને જીવનમાં એવી ઘણી ઘટનાઓ નજરે આવી કે જે લોકો પરદેશ ગયા તેમને ભાષાની જાણકારી નો અભાવ ખૂબ જ નડી ગયો…. મને આ સ્થિતિનો સામનો ન થાય તે માટે મેં વિવિધ ભાષાઓ શીખવાનું શરૂ કર્યું…

પ્રશ્ન; નાની ઉંમરમાં વિવિધ ભાષા શીખવાનું શરૂ કર્યું કેવી રીતે કઈ કઈ ભાષા શીખી તે જરાક વિસ્તારથી બતાવશો?

રાજમાન નકુમ: 15 વર્ષની ઉંમરમાં 2019 20 માં વેકેશન દરમિયાન મેં વિવિધ ભાષાઓ શીખવાની શરૂઆત કરી. મારી પ્રથમ ભાષા હતી ફ્રેન્ચ, દરેક ભાષાના છ લેવલ હોય છે અંતિમ 2 સ્તર પીએચડી કક્ષાના જ્ઞાન માટે જરૂરી હોય છે   જે સામાન્ય ઉપયોગમાં નથી આવતા.. બે લેવલ શીખતા સાડા આઠ થી નવ મહિના લાગે. તે બે લેવલ મારે અઢી મહિનામાં પુરા થયા, સાથે સાથે એક્ઝામ આપતો ગયો ..મેં એલમની ફોરેન ટીચિંગ ઇન્સ્ટિટયૂટ માં શિક્ષણ લીધું ,ત્યાં મેં ફ્રેન્ચ સ્પેનિશ અને જર્મન ભાષા શીખી. ત્યાર પછી મેં ડોક્ટર આદિત્ય યાજ્ઞિક પાસે આણંદમાં જઈને ઇટાલિયન અને પોર્ટુગીઝ ભાષાનું જ્ઞાન લીધું. ત્યાર પછી રશિયાના પ્રોફેસર યાન ની પાસે મેં રશિયન અને સંસ્કૃતનું શિક્ષણ ગુરુકુળમાં અભિષેક ગુરુ પાસેથી લીધું આમ આટલી ભાષા હું શીખ્યો મને આ ભાષા નું એટલું જ્ઞાન છે કે હું ઉપયોગ સરળતાથી સહજતાથી કરી શકું..

પ્રશ્ન: ઘણી ભાષા જાણો છો ત્યારે ઘરમાં વાત વાતમાં ક્યાંક ક્યાંક બિન ગુજરાતી  પરદેશી ભાષા બોલાઈ જાય તો કેવા વ્યંગ થાય છે? તમારી આ સિદ્ધિ અંગે તમારા માતા-પિતાને પરિવારને કેવો આનંદ થાય છે? તેની થોડી વાત કરો?

રાજમાન નકુમ: ના કંઈક કહેવા જાઓ ને બીજી ભાષા બોલાઈ જાય, તેવું ન થાય, નવી અન્ય ભાષા શીખતા હોઈએ ત્યારે આપણી માતૃભાષા નો પ્રભાવ ઓછો થતો નથી… મારા બેન રાજશ્વી બેન નકુમ મારી સાથે ફ્રેન્ચ શીખે છે, ઇ ટુ લેવલ સુધી પહોંચ્યા છે. અમે ભાઈ બેન કોઈ સિક્રેટ વાત કરવી હોય તો ફ્રેન્ચ નો ઉપયોગ કરીને આનંદ લઈએ છીએ. મારા પિતા પોલીસ અધિકારી છે.સ્વાભાવિક છે કે તે શિસ્તમાં માનતા હોય બાળપણથી જ મારી સાથે તે અંગ્રેજીમાં વાત કરે છે તેમની સાથે હું અંગ્રેજી બોલું છું ભાઈ બેન ફ્રેન્ચ માં બોલીએ છીએ મને આ સીધી માં મારા માતા-પિતા નો ખુબ જ સહયોગ છ તે સતત માર્ગદર્શન આપતા રહે છે. પિતા મને કંઈક અલગ કરવા માટે સતત પ્રેરણા આપતા રહ્યા છે હું કંઈક અલગ દેખાવ હોશિયાર પણ તે તેમને ગમે મારી માતા પણ મને ખૂબ જ મદદરૂપ થાય છે પરિવારનો સપોર્ટ ખૂબ જ સારો છે

પ્રશ્ન: અત્યારે ગણિત અંગ્રેજી વિજ્ઞાન જેવા વિષયોમાં ઘણા વિદ્યાર્થીઓ નપાસ થાય છે ઘણા વિષયો અઘરા લાગે છે તમને એકથી વધુ ભાષા શીખવા માં કાંઈ અઘરું લાગ્યું?

રાજમાન નકુમ: ભાષા શીખવા માં મને અઘરું નથી લાગ્યું હા રશિયન ભાષા  શીખવામાં મને વધારે સમય લાગ્યો, એક થી બે ભાષા શીખો એટલે તમને ત્રીજી ભાષા શીખવામાં આઈડિયા આવી જાય, ગણિતના સમીકરણો જેવું જ હોય છે ભાષામાં…. શબ્દકોશ ક્યાં કઈ જગ્યાએ મુકાય તેની આવડત આપમેળે આવી જાય, મને રશિયન ભાષા થોડી અઘરી લાગી હતી

પ્રશ્ન: ગુજરાતીમાં આપણે કક્કા બારખડી થી મૂળાક્ષર ની સમજણથી ભાષાનું શિક્ષણ શરૂ કરીએ છીએ શું દરેક ભાષામાં આ જ પદ્ધતિ છે?

રાજમાન નકુમ: હા દરેક ભાષા ની શિક્ષણ પદ્ધતિ એક જ હોય છે ,મૂળાક્ષર ,જોડણી ,વ્યાકરણ ,શબ્દ ભંડોળ નું અધ્યયન કરીને ભાષા શીખવા માં જેવી રીતે ગુજરાતી શીખીએ છીએ તેવી જ રીતે તમામ ભાષાઓ શીખાય.

પ્રશ્ન: તમે 19 વર્ષના કાઠીયાવાડી ફૂટડા જુવાન છો, 10 ભાષાઓ પર સારું પ્રભુત્વ અને વિશ્વના આંગળીના વેઢે ગણાય એટલી વ્યક્તિઓમાં ત નામ છે. અત્યારે કોઈ પ્લાનિંગ કર્યું છે કે તારી સફરમાં વધુ લોકો જોડાઈ?

રાજમાન નકુમ: મેં કોઈ પ્લાનિંગ તો નથી કર્યું, પણ મારું મન થાય પણ અહીં કોઈને ગિટાર વગાડતા જુએ તો ગિટાર હાથમાં લઈ લે તેવી રીતે ભાષા શીખવા કોઈ આગળ આવતું નથી,, મારે વિદેશી લોકો સાથે વાતચીત કરવી પડે છે, જો અહીં જાણકાર હોય તો મજા આવે.. મારી બેન સાથે હું સારી રીતે ફ્રેન્ચ બોલી શકું છું મને મનમાં એવું થાય કે અહીં પણ લોકો એકથી વધુ ભાષા જાણવા માટે આગળ આવે હું તો લોકોને પ્રોત્સાહન આપું છું જેને ભાષા શીખવાનો શોખ હોય તેને મદદરૂપ થાવ મારા નંબર આપું છું કે તમે મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો મને લોકો એકથી વધુ ભાષા જાણે તો આનંદ થાય છે ભાષા શીખવામાં સતત પ્રેક્ટિસ જરૂરી છે. ઘણા લોકો ભાષા શીખવાનું શરૂ કરી દે  પરંતુ તે થોડા સમય પછી મૂકી દે છે. હવે તો વિવિધ પ્રકારના સોફ્ટવેર અને ભાષા ની સિરીયલો અને કાર્યક્રમો. ફિલ્મો જોવાથી ભાષા શીખવા માં ઘણી મદદ મળે છે .હા કોઈનું ભાષા શીખવાનું મન થાય અને મને કહે તો મને નવી વ્યક્તિને નવી ભાષા શીખવાડવા નું મન થાય

પ્રશ્ન તમે એક થી વધુ ભાષાઓ શીખ્યા આ ભાષાના અનુભવનો લાભ દેશમાં વેપાર, ફ્યુચર સેટીંગ માટે કઈ રીતે લેવો છે? તમારું આયોજન શું છે ?એકથી વધુ ભાષા શીખવાનો હેતુ શું છે? તમારો ફોન નંબર પણ આપજો કે ભાષા શીખવાના જિજ્ઞાસુ લોકો તમારો કોન્ટેક્ટ કરી શકે

રાજમાન નકુમ: ફ્યુચર પ્લાનિંગ માં આજની તારીખે કંઈ નક્કી કર્યું નથી. એ પણ નક્કી નથી કે બહાર રહેવું કે પરદેશમાં સેટ થવું, હા માસ્ટર ડિગ્રી માટે વિદેશમાં ભણવા જવું છે… પણ બહાર રહેવું, સ્થિર થવું ,તેવું કોઈ આયોજન નથી. અને કદાચ રહેવા જેવી પરિસ્થિતિ ઉભી થાય તોય કંઈ વાંધો નથી .મારા માતા-પિતાને ત્યાં લઈ જઈશ. એકથી વધુ ભાષા બહાર જવા માટે શીખી નથી. હા લેંગ્વેજ વિદેશમાં જરૂર મદદરૂપ થાય.. અમેરિકામાં સૌથી વધુ સ્પેનિશ બોલાય છે બીજા નંબરે ચાઈનીઝ આવે છે પછી જર્મન.   આમ અન્ય ભાષાઓ મદદરૂપ થાય.પરંતુ બહાર જવા માટે ભાષા શીખવી એ મારો ગોલ ન હતો.. યુવાનો માટે  લક જેવું કંઈ હોય એવું હું માનતો નથી મહેનત કરવા વાળા ને ફળ મળે છે.

ભગવાનને કોઈ એક વ્યક્તિ સાથે વાંધો ન હોય કે તેને કંઈ ન દેવું.   જો તમે મહેનત કરો તો તમને ફળ મળે જ.. જે લોકો બીજી ભાષા શીખવા જાય છે તેમને એવું કહેવામાં આવે છે કે ટ્રાન્સલેટર છે .તો લેંગ્વેજનું શું જરૂર છે, પરંતુ ટ્રાન્સલેટર રોજિંદા જીવનમાં લોકો સાથે સીધા  સંવાદ માં ઉપયોગી થતા નથી. તમારે માર્કેટિંગ ની સ્પીચ આપવી હોય તો તેમાં ટ્રાન્સલેટર કરેલું ન વાંચી શકો. તમારે ભાષાનું જ્ઞાન જોઈએ જ. ટ્રાન્સલેટર થી વાતચીત ન થાય તેના માટે તો ભાષા શીખવી જ પડે . એટલે ભાષા શીખવાથી કોઈને ખોટ જતી નથી અને ફાયદો જ થાય છે ભાષા શીખવી હોય એટલે સતત શીખવાનું ચાલુ રાખવું .મારે પણ હજી ઘણી ભાષા શીખવી છે .મારે યુવાનોને સંદેશો આપવો છે કે તમે માત્ર ભાષાંતર જ નહીં પરંતુ  ભાષાને પૂરતી સમજો ..અને તેને જાણો.. મારા ફોન નંબર. …… પર તમે સંપર્ક કરી શકો છો

અત્યારના ટેકનોલોજીના યુગમાં ટ્રાન્સલેટર અલગ અલગ પ્રકારની લેંગ્વેજ એપ્સ આવી ગઈ છે પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીથી તમારું કામ બની જાય પરંતુ ભાષા જીવંત સમાજ વ્યવહાર અને લોકો સાથે કોમ્યુનેટ થવા માટે ભાષાનું જ્ઞાન જરૂરી છે. એટલે ભાષા નો ઉપયોગ નહીં પરંતુ તેને હસ્તગત કરવાથી કોઈ નુકસાન નથી કોઈપણ ભાષા શીખવી હોય તો તેમાં ઊંડું ઉતરવું પડે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.