ચાઈના સ્માર્ટફોન મેકરએ ન્યૂ યોર્કની એક ઇવેન્ટમાં તેનો સ્માર્ટફોન વન પ્લસ 5T લોન્ચ કર્યો છે. આ કંપનીનો આ વર્ષનો બીજો સ્માર્ટફોન છે, આ જ વર્ષે કંપનીએ વન પ્લસ 5 પણ લોન્ચ કર્યો હતો.
અત્યારના ટ્રેન્ડ મુજબ આ સ્માર્ટફોનમાં ખાસિયત પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં બેજલ લેસ ડિસ્પ્લે આપવામાં આવી છે જે સંપૂર્ણ એચડી છે અને તેનો એસ્પેક્ટ રેશિયો 18: 9 છે. આ સ્માર્ટફોનની બીજી ખાસિયત આમાં આવેલું ફેસ અનલોક ફીચર છે જે પહેલા પણ ઘણા સ્માર્ટફોનમાં આવેલુ છે.
ભારતમાં વન પ્લસ 5T 2 મોડેલ માં ઉપલબ્ધ હશે. 6 જીબી રેમ સાથે 64 જીબી ઇન્ટરનલ મેમરી મોડેલની કિંમત 32,999 રૂપિયા છે, જ્યારે 8GB RAM અને 128GB મેમરી મોડલની કિંમત 37,999 રૂપિયામાં છે. આ માત્ર એમેઝોન ઈન્ડિયા વેબસાઇટ અને વન પ્લસ ઓનલાઇન સ્ટોર માંથી ખરીદી શકાશે. અહીં ફક્ત તેનું મિડનાઇટ બ્લેક કલર જ મળશે. 21 નવેમ્બરે સાંજે 4.30 કલાકથી Amazon’s વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. જો કે 28 નવેમ્બરથી તેની ઓપન સેલ શરૂ થશે. આ દિવસે માત્ર ભારત નહીં પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશોમાં પણ વેચાણ શરૂ થશે. શરૂઆતના ગ્રાહકો માટે કંપની કેટલીક ખાસ ઑફર્સ પણ આપી રહી છે
- સ્પેસિફિકેશન્સ
– ઇન્ટરનલ
ક્વોલકૉમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર
સ્પીડ 2.45 ગીગાહર્ટઝ
6 જીબી રેમ
64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
6.01 ઇંચનું પૂર્ણ એચડી એમોલેડ ડિસ્પ્લે
– કેમેરા
એક પ્લસ 5T માં ફૉટૉગ્રાફી માટે ડ્યુઅલ રીઅર કેમેર મોડ્યુલ આપવામાં આવ્યું છે, પરંતુ આ વખતે સેટઅપમાં ફેરફારો કર્યા છે. આ વખતે ટેલિફોટો લેન્સની જગ્યાએ કંપનીએ લાર્જ આપર્ચરનો લેન્સ લાગવામાં આવ્યો છે. પ્રાઈમરી લેન્સ 16 મેગાપિક્સલ છે. બીજો કેમેરા ઓછા પ્રકાશમાં ફોટા ક્લિક કરવા માટે ખાસ છે. આ સ્માર્ટફોન સેલ્ફી કૅમેરા દ્વારા ફેસ રિકોગ્નીશન દ્વારા ફોનને અનલોક કરે છે. રીઅર કેમેરામાં ડ્યુઅલ એલઇડી ફ્લેશ છે અને તેના દ્વારા 30 ફ્રેમ પ્રતિ સેકન્ડથી 4કે વિડિયો શૂટ કરી શકો છો.
– ઓપરેટિંગ સિસ્ટમ
વન પ્લસ 5 ટી ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. અને એન્ડ્રોઇડ 7.1.1 પર આધારિત ઓક્સિજન ઓએસ 4.7 આપવામાં આવી છે. આ વખતે કંપનીએ ફિંગરપ્રિન્ટ સ્કેનર ફ્રન્ટમાં ન આપીને બેક આપ્યું છે. કંપનીએ આપેલ ફિંગપ્રીંટ સ્કેનરને ક્લિક કરીને હવે તમે સેલ્ફીને પણ ક્લિક કરી શકો છો
– બેટરી
વન પ્લસ 5 ટીમાં 3,300 એમએએચની બેટરી આપવામાં આવી છે અને તેની સાથે કંપનીએ ડેશ ચાર્જિંગ આપ્યું છે જે ખૂબ ઝડપથી ફોનને ચાર્જ કરે છે. કનેક્ટિવિટી માટે યુએસબી ટાઇપ સી સહિત 4G VoLTE ,GPS, વાઇફાઇ અને બ્લૂટૂથ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.