એક રાત્રીનું રોકાણ તથા સ્ત્રી અને પુ‚ષ વચ્ચે શારીરિક સંબંધને હિન્દુ કાયદા મુજબ લગ્ન ન ગણાવી શકાય એવું બોમ્બે હાઈકોર્ટ દ્વારા અગત્યનો ચૂકાદો કરવામાં આવ્યો છે. આ રીતે સંબંધ દ્વારા બાળકનો જન્મ થતા તેને પિતાની સંપતિમાં હિસ્સો માગવાનો હક નથી મળતો એવું કોર્ટે વધુમાં ઉમેર્યું હતુ.
આ પ્રકારે હકક મેળવવા માટે લગ્ન જ‚રી છે. અથવા લગ્ન માટે કાયદેસરનો કરાર થયો હોવો જ‚રી છે. કોઈપણ પ્રકારનાં ઈચ્છાથી શારીરીક સંબંધ દ્વારા અકસ્માતે આ પ્રકારનો સંબંધ લગ્ન ગણવાને પાત્ર નથી એવું જસ્ટીસ મૃદુલા ભાસ્કરે જણાવ્યું હતુ. કોર્ટમાં સેકશન ૧૬મા હિન્દુ લગ્નધારા દ્વારા ‘લગ્ન’ની માન્યતા પ્રાપ્ત છે. પરંતુ સમાજમાં પરિવર્તનના પગલે કેટલાક દેશોમાં હોમોસેકસ્યુઅલ યુનિયનને પણ લગ્નની માન્યતા પ્રાપ્ત છે તેજ રીતે લીવઈન રીલેશનશીપનું પણ ચલણ હાલ જોવા મળી રહ્યું છે. ત્યારે આ પ્રકારનાં સંબંધો દ્વારા બાળકનાં જન્મ થવાની ઘટનાઓ મુશ્કેલી ઉભી કરે છે. અને કાયદા નિષ્ણાંતોએ તેમના માટે તેનો અર્થ વિશાળ કે સંકુચિત કરી નાખ્યો છે. એવું તેમણે વધુમં જણાવ્યું હતુ.
હિન્દુ લગ્નધારા હેઠળ જયારે તે જાહેર થયેલ હોય અથવા તેમણે બંનેએ સાથે નિર્ણય કર્યો હોય તોજ બાળકને હકક મળવા પાત્ર છે. કોર્ટમાં આ પ્રકારનાં એક વ્યકિતને બે પત્નિ હોવાની અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે તે માણસે બીજી વખતના લગ્નની સાબિત આપવી પડી હતી. ત્યારે કોર્ટમાં માન્યતા મળી હતી. જેથી તેની બીજી પત્નીને સંપતિમાંથી હિસ્સો મળવા પાત્ર જાહેર કરવામા આવી હતી.