૫૦ હજારથી વધુના માલ પરિવહનના “લોચા અટકાવવા સાથેમવારથી સપ્લાય રિટર્ન ફોર્મ ભરવું ફરજિયાત

૫૦૦ જેટલી ચીજ વસ્તુઓ પર જીએસટી દર ઘટાડાયા

૧લી જુલાઈ-૨૦૧૯ એટલે કે સાથેમવારનાં રોજ કેન્દ્ર સરકાર જીએસટીની બીજી વર્ષગાંઠ ઉજવશે ત્યારે જીએસટીને લઈને બે વર્ષમાં થયેલી કામગીરી અંગેનાં લેખા-જોખા પણ રજુ કરવામાં આવશે. વન નેશન, વન ટેકસનાં પ્રયત્નોને બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સીલ દ્વારા અનેકવિધ નવાં ફેરફારો પણ લાવી રહ્યું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. સાથેમવારનાં રોજ જીએસટી અંગે નાણામંત્રી નિર્મલા સીતારામન અને તેમનાં સહયોગી અનુરાગ ઠાકુર આ તકે સંબોધન પણ કરશે. આંબેડકર ભવન ખાતે જીએસટીની બીજી વર્ષ ગાંઠ યોજાશે. જેમાં કેન્દ્ર અને રાજયનાં ટેકસ ઓથોરીટીનાં વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે અને પ્રસંગને સુશોભિત બનાવશે.

ગત બે વર્ષમાં જીએસટી ટેકસ અંગે થયેલી કામગીરીનાં લેખા-જોખાનું પ્રેઝન્ટેશન પણ રજુ કરવામાં આવશે. તેમ સરકારી સુત્રો દ્વારા માહિતી મળી હતી. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે હાલ જીએસટી રીટર્નનાં જે ફોર્મ બહાર પાડયા છે તેને પણ રીપ્લેસ કરાશે. સાથો સાથ નવાં સમરી રીટર્ન અને સપ્લાય રીટર્ન ફોર્મને  સાથેમવારનાં રોજ નાણામંત્રી સીતારામન દ્વારા રજુ કરવામાં આવશે. આ તકે જયારે વાત કરવામાં આવે તો ૫૦,૦૦૦થી વધુનાં માલ પરિવહનનાં જે લોચા વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેને અટકાવવા માટે વેપારીઓ દ્વારા નવાં સપ્લાય રીટર્ન ફોર્મ ફરજીયાત બનાવાશે જેથી માલ પરિવહનને લઈ જે તકલીફ અને સમસ્યા ઉદભવિત થતી હતી તે પણ ન થાય.

સરકાર દ્વારા જે વન નેશન, વન ટેકસની વાત કરવામાં આવી હતી અને તેનાં પ્રયત્નરૂપે જયારે બે વર્ષ પૂર્વે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું તેને અનેકવિધ સમસ્યાનો પણ સામનો કરવો પડયો હતો ત્યારે બીજી તરફ જીએસટીને અનેકવિધ વ્યાપારીઓ દ્વારા આવકારવામાં આવ્યું હતું. જીએસટીની પઘ્ધતિ વધુ સરળ અને સુદ્રઢ બનાવવા અનેકવિધ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે અંદાજે ૫૦૦ જેટલી ચીજ-વસ્તુઓ પર જે જીએસટી દર લાગુ કરવામાં આવ્યો હતો તેને પણ ઘટાડવામાં આવ્યા હતા.

બે વર્ષ પૂર્ણ થતાની સાથોસાથ એ વાત પણ સામે આવી રહી છે કે, જીએસટીની કાર્યપ્રણાલીમાં સરળતા પણ જોવા મળી રહી છે અને વ્યાપારીઓને જે સમય જીએસટી દર લાગુ કરવામાં આવ્યો હતો તે સમયે જે તકલીફ અને સમસ્યાનો સામનો કરવો પડતો હતો તે હવે ઓછો કરવો પડે છે. જો સરકાર અને નાણા મંત્રાલય જીએસટીને લઈ થોડા વધુ ફેરફારો હાથ ધરે તો વ્યાપારીઓને પડતી મુશ્કેલી પર પૂર્ણવિરામ લાગી જશે.

વાર્ષિક ૪૦ લાખથી વધુના નમકીન-નાસ્તા વેચનારાઓ ઉપર જીએસટીની તવાઇ આવશે!
૨૦ લાખની મર્યાદા વધારાઇ: ૫ ટકા જીએસટી ફરજિયાત લાગશે

જીએસટી કાઉન્સીલ દ્વારા નમકિન અને નાસ્તાનાં વેપારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવશે જો તેમની વાર્ષિક ટર્નઓવર ૪૦ લાખથી વધુની હોય. જીએસટી કાઉન્સીલ દ્વારા પહેલા નાસ્તા અને નમકિનનાં વેપારીઓ ઉપર ૨૦ લાખની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી પરંતુ જીએસટીનાં સુદ્રઢ વ્યવહાર માટે અને ઉધોગકારોને કોઈ તકલીફો અથવા તો વેપારીઓને કોઈ પ્રશ્ર્ન ઉદભવિત ન થાય તે માટે ૨૦ લાખની જગ્યાએ ૪૦ લાખની મર્યાદા કરવામાં આવી છે જેનાં પર ૫ ટકા જીએસટી ફરજીયાત લાગશે તે વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. અલીગઢ ખાતે કચોરીનો વેપાર કરતાં વેપારીઓ ઉપર જીએસટી દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી ત્યારે કચોરીનાં વેપારી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તેની માસિક આવક દોઢ લાખથી પણ ઓછી છે અને તેમનો ઉધોગ ગણતરીનાં ૧૫ જેટલા જ સભ્યોને રોજગારી પુરી પાડવામાં મદદરૂપ થાય છે. વધુમાં કચોરી વેપાર સાથે સંકળાયેલા મખનલાલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેઓની દુકાન હાલ જીએસટી દ્વારા રજીસ્ટર્ડ કરવામાં આવેલી છે.

જયારે તેમનાં પુત્ર ભગવાનદાસે જણાવતાં કહ્યું હતું કે, તેમની દુકાન ભાડા પર છે અને તે ભાડા પેટે ૩૦૦ રૂપિયા ભાડુ પણ ચુકવે છે પરંતુ વ્યાપાર વધુ હોવાનાં કારણે તેમને બાજુની બે દુકાન પણ ભાડે લીધેલી છે જે માટે બંને દુકાનનું ભાડુ ૧૨૦૦ રૂપિયા ચુકવે છે. પ્રતિ પ્લેટ કચોરી તે ૨૪ રૂા.માં આપે છે જયારે તેનો માસિક ખર્ચ અંદાજે ૬૦૦૦થી ૭૦૦૦ જેટલો આવે છે ત્યારે જીએસટીનાં અધિકારીઓ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, વાર્ષિક વેચાણ ૭૦ લાખથી વધુની હોવાનાં કારણે જીએસટીની તવાઈ હાથ ધરવામાં આવી છે. જીએસટી કાઉન્સીલનાં પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, જે કોઈ ઉધોગનું ટર્નઓવર ૪૦ લાખથી વધુનું હોય તો તે જીએસટીને આધીન આવે છે અને તેને જીએસટી પણ ભરવા પાત્ર હોય છે. હાલ ૪૦ લાખની જે મર્યાદા જીએસટી કાઉન્સીલ દ્વારા નકકી કરવામાં આવી છે તે પહેલા ૨૦ લાખની હતી પરંતુ તે મર્યાદામાં વધારો ૧લી એપ્રિલ-૨૦૧૯નાં રોજ કરવામાં આવ્યો હતો. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર નમકિન અને નાસ્તા વેચનાર વેપારીઓએ ૫ ટકા જીએસટી ભરવો ફરજીયાત છે. કારણકે ખાદ્ય ચીજ-વસ્તુઓ ઉપરનો દર પહેલેથી જ ૫ ટકા નિર્ધારીત કરવામાં આવ્યો છે. હાલ આ પ્રકારનાં વેપારીઓ ઉપર લખનઉની રેવન્યુ ઈન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટ અને જીએસટી વિભાગ સંયુકત રીતે તવાઈ બોલાવી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.