પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારે માર માર્યાની આક્ષેપ અંગે કડક કાર્યવાહી કરવા દંપત્તીની માંગ
શહેરના પોલીસ કમિશનર કચેરીએ જઇને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરવામાં આવે તો જ પોલીસ દ્વારા કાર્યવાહી થતી હોવાની અને ન્યાય મળતો હોવાના આશંકા સાથે વધુ એક યુવાને પોલીસ કમિશનર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.
નવા થોરાળા વિસ્તારમાં રહેતા મુકેશ જયંતી માલકીયા નામના યુવાને તેના પાડોશમાં રહેતા મનિષા સાથે બે વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારથી મનિષાના પરિવાર સાથે અદાવત ચાલતી હોવાથી ગઇકાલે મુકેશ માલકીયા અને તેનો ભાઇ જેનિશ તેના ઘરે હતા ત્યારે મનિષાબેનના સગા અરવિંદ, જનક અને આઠ જેટલા શખ્સો ઢીકાપાટુ અને ધોકા માર્યાના આક્ષેપ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
જ્યારે સામાપક્ષે હંસા ભીમજી ભલગામડીયાને મુકેશ માલકીયાને ધોકા મારતા સવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. દરમિયાન બપોરે મુકેશ માલકીયા તેની પત્ની મનિષાબેન સાથે પોલીસ કમિશનર કચેરીમાં આવી થેલીમાંથી પેટ્રોલ ભરેલી બોટલ પોતાના શરીરે છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં હાજર પોલીસ સ્ટાફે દિવાસળી ચાપવા દીધી ન હતી. પત્ની મનિષાબેનના પરિવારજનો પૈસા પાત્ર હોવાથી તેનો કેસ દબાવી દેતા હોવાના મુકેસ માલકીયાએ આક્ષેપ કર્યા હતા.