રાજકોટમાં હદય હુમલાના બનાવો જાણે એકાએક વધી રહ્યા હોય તેમ દિન પ્રતિદિન હદય હુમલાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે જ એક યુવાનનું હૃદય હુમલાથી મોત નીપજ્યું હતું ત્યારે ફરી આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજતા અરેરાટી પ્રસરી જવા પામી છે.જેમાં ભગવતીપરામાં સ્વામી નારાયણ ડેરી પાસે રહેતો યુવક રાત્રીના પોતાના ઘરે હતો.ત્યારે સૂતા બાદ ઊઠ્યો જ ન હતો.જેથી યુવકને તેના પરિવારજનો દ્વારા સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પરંતુ તેને સારવાર મળે તે પહેલાં જ તે કાળનો કોળિયો બનતા પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યુ છે.
ભગવતીપરાનો યુવકને રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યો જ નહિ: બનાવથી પરિવારજનોમાં કલ્પાંત
આ અંગે બનાવની મળતી વિગતો અનુસાર ભગવતી પરામાં સ્વામિનારાયણ ડેરીની સામે રહેતા વશરામભાઈ મોહનભાઈ ઘાંઘૂડિયા નામના 45 વર્ષીય યુવાન ગઈકાલે રાત્રિના પોતાના ઘરે સૂતો હતો ત્યારે સવારે ઉઠ્યો જ ન હતું જેથી તેના પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 ને જાણ કરાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી જ્યારે વશરામભાઈ ના મોત અંગે તબીબો દ્વારા હૃદય હુમલો આવ્યો હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વૃતક વશરામભાઈ ઘડિયાળના પટ્ટા બનાવવાના કારખાનામાં નોકરી કરતા હતા. અને તેને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે.જ્યારે બે બેનો ને ત્રણ ભાઈ માં ત્રીજા નંબરના હતા.
હાલ બનાવતી પરિવારજનોમાં શોકનું મોજુ ફળી મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગઈ કાલે જ હાર્ટ અટેકના બનાવની ઘટના સામે આવી હતી ત્યારે આજે ફરી હ્રદય હુમલા ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે