નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હદય હુમલાના બનાવો બને તો દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગ્રાઉન્ડ પર જ મેડિકલની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં વધુ એક હદય હુમલા નો બનાવ સામે આવ્યો છે જેમાં ગીત ગુજરી સોસાયટીમાં રહેતા અને ઢેબર રોડ પર ઇલેક્ટ્રિક ની દુકાન ધરાવતા યુવકને ગઈકાલ રાત્રિના પોતાના ઘરે અચાનક બેભાન થઈ પડતા તેને તાત્કાલિક સારવાર માટે 108 મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તે હોસ્પિટલે પહોંચે તે પહેલા જ કાળનો કોળિયો બન્યો હતો.
ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતો યુવાન ઘરે બેભાન થઈ ઢળી પડ્યો,સારવાર માટે હોસ્પિટલ પોહચે તે પહેલાં જ કાળનો કોળિયો બનતા પરિવારમાં અરેરાટી
જેમાં તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.જેમાં તબીબોએ પ્રાથમિક તારણ આપ્યું હતું કે, યુવક હદય હુમલાના કારણે મૃત્યુ થયું છે જેથી હાલ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.બનાવની મળતી માહિતી અનુસાર એરપોર્ટ રોડ પર આવેલ ગીત ગુજરી સોસાયટી શેરી નંબર 5 માં રહેતા અને ઢેબર રોડ પર ઇલેક્ટ્રીક ની દુકાન ધરાવતા રાજકુમારભાઈ ગંગાધરભાઈ આહુજા નામના 33 વર્ષીય યુવાન ગઈકાલ રાત્રિના પોતાની ઘરે હતા ત્યારે તેમને અચાનક ઉલટી થયા બાદ તે બેભાન થઈ ઢળી પડ્યા હતા.
જેથી તેને 108 મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાળનો કોળીયો બન્યા હતા. જેથી તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતા. જ્યાં તબીબો દ્વારા પ્રાથમિક તારણ હદય હુમલા નું આપવામાં આવ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયા હતા અને પ્રાથમિક પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવક પરણિત હતી.અને તે બે ભાઈ બે બેનમાં ત્રીજા નંબરનો હતો.હાલ બનાવથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.