12 વર્ષથી ઉપરના બાળકોમાં બીજા-ત્રીજા ક્લિનિકલ ટ્રાયલના વચગાળાના પરિણામોના આધારે ઇમરજન્સી ઉપયોગ માટે અપાઈ મંજૂરી

અબતક, નવી દિલ્હી

પુખ્ત વયના લોકોને રસી આપવાની મંજૂરી મળ્યાના લગભગ બે મહિના પછી હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ ઇ કંપનીની કોર્બેવેક્ષ રસી 12-17 વર્ષની વયના બાળકોમાં ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલએ બાળકોને કોર્બેવેક્સ રસી દાખલ કરવા માટે અંતિમ મંજૂરી આપી દીધી છે.

કંપનીએ 21 ફેબ્રુઆરીના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને 12 વર્ષથી ઉપરના બાળકોમાં ચાલી રહેલા બીજા-ત્રીજા ક્લિનિકલ ટ્રાયલના વચગાળાના પરિણામોના આધારે કટોકટીની પરિસ્થિતિઓમાં રસીના ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી મળી છે.

જણાવી દઈએ કે હાલમાં ભારતમાં 12 થી 15 વર્ષના બાળકોનું રસીકરણ ચાલી રહ્યું છે અને રસીકરણ માટે માત્ર કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવે છે. કોર્બેવેક્ષ રસી ઇન્ટ્રામસ્ક્યુલર માર્ગ દ્વારા 28 દિવસના અંતરે બે ડોઝમાં આપવામાં આવે છે. નોંધનીય છે કે કેન્દ્રએ ગયા વર્ષે રસીના ઉત્પાદન માટે કંપનીને 1500 કરોડ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ કર્યુ હતુ, જે અંતર્ગત 5 કરોડ રસીઓ સપ્લાય કરવાની હતી, પરંતુ હજુ સુધી આ રસી પુખ્ત વયના લોકોને આપવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.