ડો. જી.એલ. ચૌધરીએ કરી ૧૦ વર્ષના બાળકની આંગળીની સફળ સર્જરી
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી વિનોબાભાવે સિવિલ હોસ્પિટલના સર્જનને વધુ એક સિધ્ધિ હાંસલ થઈ છે. આરોગ્ય નિયામક ડો.વી.કે.દાસના નેતૃત્વ હેઠળ પ્લાસ્ટિક અને રિક્ધટ્રકિટવ સર્જન ડો. એલ. ચૌધરી અને તેમની ટીમ દ્વારા ૧૦ વર્ષિય બાળકનાં હાથની આંગળીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ સેલવાસમાં બાવીસા ફળીયા નિવાસી આરીફ શેખના ૧૦ વર્ષિય પુત્ર સાહની હાથની આંગળીમાં ઈજા થતા તાત્કાલીક તેને વિનોબાભાવે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બાળકની આંગળી હાથથી તદન અલગ થઈ ગઈ હોવાથી હોસ્પિટલના સર્જન હો.એલ.કે. ચૌધરીએ તાત્કાલીક સર્જરી કરવાનું સૂચવતા ડોકટર ટીમ દ્વારા તાત્કાલીક ઓપરેશનની તૈયારી કરી બાળકના હાથની આંગળીની સર્જરી સતત આઠ કલાક ચાલી હતી જે ડોકટર અને તેમની ટીમને સફળતા મળી હતી આઠ કલાકની સર્જરીમાં ડો.જી.એલ. ચૌધરીની સાથે વિનોબાભાવે સીવીલ હોસ્પિટલના એનેસ્થેટીસ્ટની ટીમ, નર્સિંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફે પણ મહત્વનું યોગદાન આપ્યું હતુ આ તકે સ્વાસ્થ્ય નિર્દેશક વી.કે.દાસે ડો.જી.એલ. ચૌધરી અને ટીમનો આભાર વ્યકત કર્યો હતો.