સેટેલાઇટ મારફત સર્વવ્યાપક સંચાર કવરેજ પ્રાપ્ત કરી ‘બાજ નજર’ રખાશે
અવકાશના સૈન્ય ઉપયોગમાં ચાલી રહેલી પ્રગતિને ધ્યાનમાં રાખીને આર્મી હવે મધ્યપ્રદેશના ડો. આંબેડકર નગર ખાતેની મિલિટરી કોલેજ ઑફ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ (એમસીટીઇ) ખાતેના કોપ્ર્સ ઑફ સિગ્નલ્સમાંથી તેના વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે એક નાનો સંચાર ઉપગ્રહ ઇચ્છે છે.
સેનાએ ગુરુવારે ભારતીય કંપનીઓને કોમ્યુનિકેશન સેટેલાઇટની ડિઝાઇન, વિકાસ અને બનાવટ માટે માહિતી માટે વિનંતી જારી કરી હતી, જે ઇસરોના ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા લોન્ચ કરવામાં આવશે.
સંચાર ઉપગ્રહોનો ઉપયોગ ભારતીય સેના સહિત અદ્યતન સૈન્ય દ્વારા, દૂરના સ્થળો સહિત સર્વવ્યાપક સંચાર કવરેજ પ્રદાન કરવા માટે કરવામાં આવે છે.
એમસીટીઇ પ્રશિક્ષણ હેતુ માટે કોમ્યુનિકેશન પેલોડ સાથે એક નાનો ફોર્મ ફેક્ટર સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ કરવાનું આયોજન કરી રહ્યું છે કારણ કે સૈન્યના અધિકારીઓને સ્પેસ ટેક્નોલોજીના વિવિધ પાસાઓ પર સામાન્ય રીતે અને સેટેલાઇટ કમ્યુનિકેશન વિશે ચોક્કસ રીતે તાલીમ આપવાની જરૂર છે.
આ પ્રોજેક્ટમાં સેટેલાઇટ લિંક પ્લાનિંગ, સેટેલાઇટ ડિઝાઇન, કોમ્યુનિકેશન પેલોડ ડિઝાઇન, ફેબ્રિકેશન, એસેમ્બલી અને સેટેલાઇટની ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ સિસ્ટમ્સનું પરીક્ષણ શામેલ હશે.