કોરોના મહામારીના વધતા જતા સંક્ર્મણને જોતા દેશ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમય એવો છે જેમાં ચેપને રોકવા માટે લોકડાઉન લગાવે તો દેશમાં આર્થિક સંકટો શરૂ થઈ જાય. આ જોતા થોડા દિવસો પેલા PM મોદીએ રાષ્ટ્રને સંબોધતા કહ્યું હતું કે, ‘લોકડાઉનનો વિકલ્પ આપણે અંતિમ વિકલ્પ તરીકે રાખીશુ, આ બાબત રાજ્ય સરકારો ધ્યાનમાં રાખે.’

કર્ણાટકમાં વધતા જતા કોરોનાના કેસ જોતા સરકાર અંતિમ વિકલ્પ અપનાવવા મજબુર થઈ ગઈ છે. કર્ણાટક સરકારે રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ સમય દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે. રવિવારે, કર્ણાટકમાં 34,804 નવા કોરોના કેસ સામે આવ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સિવાય રાજ્યમાં 134 લોકોનાં મોત નીપજ્યાં છે. આ લોકડાઉન મંગળવારે રાત્રે 9 વાગ્યાથી અમલમાં આવશે. કર્ણાટકના CM બીએસ યેદીયુરપ્પાએ જણાવ્યું હતું કે, ‘લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની વેચાણ કરતી દુકાનો સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી ખુલી રહેશે.’

આ સિવાય બાંધકામ, ઉત્પાદન અને કૃષિ કાર્યથી સંબંધિત માલ-વેચવાની દુકાનો ખોલવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. કર્ણાટકમાં લોકડાઉન દિલ્હી અને મહારાષ્ટ્રની સરખામણીએ થોડું કડક હશે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે લોકડાઉન દરમિયાન જાહેર પરિવહન સેવાઓ પણ સંપૂર્ણ બંધ રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.