રાજ કુંદ્રા સિવાય ઘણા લોકોને અશ્લીલ મૂવી બનાવવા અને એપ્સ પર અપલોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આમાં તનવીર હાશ્મીનું નામ પણ શામેલ છે. હાલ તનવીર હાશ્મી જામીન પર બહાર છે. રાજ કુંદ્રા કેસમાં તન્વીર હાશ્મીની મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા લગભગ ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે કબૂલાત કરી હતી કે તે ન્યૂડિટી સાથેની શોર્ટ ફિલ્મ બનાવતો હતો, પરંતુ પોર્નોગ્રાફી કરતો નહોતો.

ઇટાઇમ્સના રિપોર્ટ અનુસાર, તનવીરે ખુલાસો કર્યો હતો કે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તેમને કહ્યું હતું કે રાજ કુંદ્રા જાણે છે કે તેમને બોલાવવામાં આવશે. તનવીર કહે છે કે તે ક્યારેય રાજ કુંદ્રાને મળ્યો નથી. તન્વીરે કહ્યું- મને ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રા અંગે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે શું હું ક્યારેય તેની સાથે મળ્યો છું. મેં તેમને કહ્યું કે હું મારા સમગ્ર જીવનમાં ક્યારેય રાજ કુંદ્રાને મળ્યો નથી.

તનવીર હાશ્મીએ ખુલાસો કર્યો

આ સાથે, તનવીરે એમ પણ કહ્યું હતું કે તે રાજ કુંદ્રાની એપ માટે કન્ટેન્ટ બનાવતો હતો, પરંતુ તે કુંદ્રાની કંપનીમાં કામ કરતો નહોતો. તનવીરે તેના કન્ટેન્ટ વિશે જણાવ્યું હતું કે અમે 20 થી 25 મિનિટની શોર્ટ ફિલ્મો બનાવતા હતા, જેમા ન્યૂડિટી હતી, પરંતુ જો તમે તેને લોજિકલી રૂપે સમજો છો તો તેને પોર્ન કહી શકાય નહીં, પરંતુ હા અમે તેમને સોફ્ટ પોર્ન કહી શકીએ છીએ.

આ સ્થિતિમાં રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. ખરેખર, આ કેસમાં રાજ કુંદ્રાની કંપનીના ચાર કર્મચારી સાક્ષી બન્યા છે. અહેવાલ મુજબ, જ્યારે તનવીરને સાક્ષી બનવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો – પ્રથમ, મેં કોઈ ગુનો કર્યો નથી અને સાક્ષી બનવાનો સવાલ ઉભો થતો નથી. ક્રાઈમ બ્રાંચે મને રાજ કુંદ્રા સંબંધિત નિયમિત પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ મેં તેમને આપ્યા.

તનવીરે વધુમાં કહ્યું કે, એક વાત કહી દવ કે મેં ક્યારેય પોર્ન ફિલ્મો બનાવી નથી અને પૂછપરછ દરમિયાન મેં પણ આ જ વાત કહી હતી, પરંતુ પોલીસ મારા જવાબોથી સંતુષ્ટ નહોતી, તેથી મને જેલમાં મોકલવામાં આવ્યો હતો. હવે હું તપાસનો ભાગ છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.