પાંચ દિવસના રિમાન્ડ પર સોપાતા બે લૂંટારા: એક શખ્સની શોધખોળ
શહેરના લીંબડા ચોક પાસેથી રૂ.૨૬ લાખની આંગડીયા લૂંટનો ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ભેદ ઉકેલી બે શખ્સોને રૂ.૨૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા બાદ પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યા બાદ તેની સાથે સંડોવાયેલા વધુ એક શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધો છે.
સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા અક્ષર આંગડીયા પેઢીના કર્મચારી ગત તા.૨૩મીએ હીરા અને સોનાના પાર્સલ સાથે સુરત જવા કર્મચારી બાબુજી વાઘેલા લીંબડા ચોકમાં આવ્યા ત્યારે તેના પર હુમલો કરી રૂ.૨૬ લાખની મત્તા સાથેના થેલાની ચાર શખ્સોએ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, સંતોષભાઇ મોરી, જયસુખભાઇ હુંબલ અને સંજયભાઇ પાપરા સહિતના સ્ટાફે ગઇકાલે આંગડીયા લૂંટના ગુનામાં સંડોવાયેલા રાજુલાના ભાવેશ ઉર્ફે ભુરો ધનજી સરવૈયા અને મુસ્તાક ઉર્ફે મુસો મહંમદ ઘાચી નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂ.૨૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. લૂંટના ગુનામાં તેની સાથે જુબેર હારૂન કલાણીયા અને શાહરૂખ નામના શખ્સોની સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે ભાવેશ સરવૈયા અને મુસ્તાક ઘાચીને પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યા બાદ જુબેર હારૂન કલાણીયાની ધરપકડ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,