એસ્ટ્રોન ચોક ખાતે લીજ્જતદાર લસ્સીઓની વિવિધ સ્વાદ અને ગુણવત્તાસભર વેરાયટી લસ્સીના વિવિધ સ્વાદને વધુ ટેસ્ટી બનાવવા ખાંડના સ્થાને મિસરીનો ઉપયોગ
રાજકોટની સ્વાદ પ્રિય જનતા માટે કુબેર ફ્રૂડ્સની બ્રાંડ ‘કૃષ્ણભોગ લસ્સીવાલા’ ફરી એક વખત લઇને આવ્યું છે, તેમનું નવીનત્તમ ત્રીજુ સોપાન. શહેરના હાર્દ સમા એસ્ટ્રોન ચોક ખાતે લહેજતદાર લસ્સીઓની વિવિધ સ્વાદ અને ગુણવત્તાસભર વેરાયટીનો ખજાનો મોજૂદ છે.
તાજેતરમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા લસ્સીવાલાના મુખ્ય ઓનર રાજેશભાઇ દાવડાએ જણાવ્યું હતું કે તેઓ રાજકોટીયન્સને સ્વાદ સાથે હાઇજીનીક પ્રોડક્ટ પણ આપવાનો આગ્રહ રાખે છે અને તેથી જ તેમની દરેક પ્રોડક્ટ્સમાં ખાંડના સ્થાને મિસરનો અને નેચરલ પ્રોસેસથી બનાવેલા દહીંનો અને ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે.
કાજુ ગુલકંદ, પિસ્તા શેઇક, કેસર ડ્રાયફ્રૂટ મિલ્ક જેવી વિવિધ લસ્સી અને મિલ્ક સાથે આવનારા સમયમાં તેઓ ઓરેન્જ ફેન્ટ્સી અને બેરીસ ક્વીન લઇને આવી રહ્યાં છે. આ તકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ એકપણ પ્રકારના પ્રિઝર્વેટીવનો ઉપયોગ નથી કરતા અને નેચરલ પ્રોસેસ વડે જ બનાવવામાં આવતી લસ્સીનો સ્વાદ પીરસવા માંગે છે. તેઓના આ ત્રીજા સોપાનમાં રાજેશ દાવડા સહિત હરેશભાઇ દાવડા, પ્રદિપભાઇ આહુજા વગેરે છેલ્લાં પાંચ માસથી જોડાયા છે.