બેઆઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની ટીમ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો ૧૦ વિકેટે આસાન વિજય થયો છે.

૮૯ રનનાં પડકારને પહોંચી વળવા ઉતરેલી બેંગલુરૂની ટીમે વિના વિકેટે આ લક્ષ્યાંક સર કર્યો હતો. બેંગલુરૂ તરફથી વિરાટ કોહલીએ ૨૮ બોલમાં અણનમ ૪૮ અને પાર્થિવ પટેલે ૨૨ બોલમાં અણનમ ૪૦ રન ફટકાર્યા હતા. આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને ઉપરાછાપરી ઝાટકા લાગ્યા હતા અને તેના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. સમગ્ર ટીમ ફક્ત ૮૮ રનનાં સ્કોરે પેવેલિયન પરત ફરી હતી. આ મેચમાં છઈઇના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો.પંજાબ માટે કેએલ રાહુલ (૨૧) અને ક્રિસ ગેલ (૧૮)ની જોડી ઓપનિંગ જોડીએ રમતની શરૂઆત કરી હતી, પરંતુ આ સીઝનમાં પાવર પ્લેમાં સૌથી ખતરનાક બોલર બની ચૂકેલા ઉમેશ યાદવે પોતાની આગળની ઓવરમાં જ પહેલાં કેએલ રાહુલને ફાઇન લેગ બ્રાઉન્ડ્રીની પાસે કેચ કરાવ્યો. તો આ ઓવરમાં ત્રીજા બોલ બદ ક્રિસ ગેલને પણ મિડ વિકેટ પર આઉટ કરી એક સાથે બે ઝાટકા આપ્યા.

બેંગલુરૂ તરફથી ઉમેશ યાદવે ૩, સિરાજ ૧, ચહલ ૧, ગ્રાન્ડહોમ ૧ અને મોઇન અલીએ ૧ વિકેટ ઝડપી હતી.

રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટીમ ત્રીજી વખત ૧૦ વિકેટે મેચ જીત્યું છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.