અબતક,રાજકોટ
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. અનેક રાજયોમાં પેટ્રોલના ભાવ 111 રૂપીયાને પાર થઈ ગયા છે. ડીઝલેપણ સદી ફટકારી દીધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી બચવા વાહન ચાલકો સીએનજી તરફ વળ્યા છે. જોકે લોકોને પડયાપર જાણે પાટુ પડ્યું હોય તેવું લાગી રહ્યુ છે. ગુજરાત ગેસ દ્વારા સીએનજીનાં ભાવમાં પ્રતિકિલો બે રૂપીયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જયારે અદાણી દ્વારા પણ સીએનજીની કિંમતમાં 68 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
છેલ્લા એક વર્ષથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવો 100 રૂપીયાની પારથઈ ગયા છે. સતત વધી રહેલા ભાવ વધારાથી બચવા માટે વાહન ચાલકો સીઅનેજી તરફ વળ્યા છે. પણ સરકાર તેને પણ છોડવા ન માંગતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા સીએનજીનાં ભાવમાં પ્રતિકિલો બે રૂપીયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. પ્રતિકિલો સીએનજી જે રૂ.52.45માં મળતો હતો તે હવે 54.45 રૂપીયામા મળશે અદાણી દ્વારા સીએનજીના ભાવમાં 68 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અદાણીનો ગેસ હવે પ્રતિ કિલો 52.30 રૂપીયામાં મળશે ભાવ વધારો બે દિવસ પૂર્વે જ લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે ગુજરાત ગેસ દ્વારા સીએનજી ગેસના ભાવમાં કોઈ જ પ્રકારનો વધારો કરવામા આવ્યો નથી જયારે અદાણી દ્વારા પીએનજીનાં ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધારા વચ્ચે પીસાઈ રહેલા વાહન ચાલકોને હવે સીએનજી ભાવ વધારાનો પણ બોજ વેઠવો પડશે. તહેવાર સમયે જ સીએનજીનાં ભાવમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે.