કેન્દ્રમાં ભારે બહુમતિ સાથે બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર સામે સમયાંતરે અવનવા પડકારો આવતા રહે છે. ગત રવિવારે દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી કેમ્પસ માં વિદ્યાર્થી ઓ સાથે હિંસાનો બનાવ બનવા પામ્યો હતો. જે ના વિરોધમાં દેશ-વિદેશની સંસ્થાઓ નાં વિદ્યાર્થી ઓ રસ્તા ઓ પર ઉતરી આવી ને વિરોધ પ્રદર્શનો કરવા લાગ્યા છે. જેના કારણે મોદી સરકાર માટે વધુ એક પડકાર ઉભો થવા પામ્યો છે. દેશ-વિદેશના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા થતા આંદોલનો રાજકીય પરિબળનો પણ લાવતા હોય છે. આમ ‘છાત્રહઠ’ હંમેશા ‘રાજહઠ’ પર ભારે પડતી હોય છે. ગુજરાતમાં થયેલું નવનિર્માણનું કે ચીનની સામ્યવાદી સરકાર સામે ટાઈનામેનસ્કવેર ખાતે થયેલુ વિદ્યાર્થી આંદોલન મોટી રાજકીય ઉથળપાથલના સાક્ષી બન્યા છે.

જેએનયુ ના ટુંકા નામે જાણીતી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી કેમ્પસ માં રવિવારે સાંજે અમુક નકા બપોશ તત્વો એ ઘુસી જઈ ને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લાઠી, સળીયા, પાઈપ વડે બેરહેમીથી મારમાર્યો હતો. આ હિંસક હુમલામાં જેએનયુ વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ આર્ષિ ઘોષ સહિત ૩૪ વિદ્યાર્થીઓ શિક્ષકોને ઈજા પહોચી હતી. જેએનયુમાં થયેલા આ હિંસક હુમલાના પડઘા દેશ વિદેશમાં પડવા પામ્યા છે રાજયની પોંડીંચેરી, બેંગ્લોર, હૈદરાબાદ, અલીગઢ મુસ્લિમ, મુંબઈ, દિલ્હી, આંબેડકર, બનારસ હિન્દુ, ચંદીગઢ, સાવિત્રીબાઈ ફૂલે, જાદવપૂર સહિતની મોટાભાગની યુનિવર્સિટી ઉપરાંત આઈઆઈએમ, આઈઆઈટીના વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરીને આ ઘટનાને વખોડી કાઢી હતી દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનોથી કેન્દ્રની મોદી સરકાર પર ભારે દબાણ ઉભુ થવા પામ્યું છે.

ડાબેરી વિદ્યાર્થી એકમએ આ હુમલા માટે વિદ્યાર્થીની વિદ્યાર્થી એકમ એબીવીપીને દોષી ઠેરવ્યા છે, જ્યારે એબીવીપીએ ડાબેરી વિદ્યાર્થી એકમ સાથે થયેલા હુમલાનો પણ આરોપ લગાવ્યો છે. આ વિરોધ પ્રદર્શન વચ્ચે વીસીના રાજીનામાની માંગ તીવ્ર થઈ. તે જ સમયે, હિંસાને રોકવા અને તેનો વ્યવહાર કરવા સુપ્રીમ કોર્ટની સૂચનાનું પાલન ન કરવા બદલ કેન્દ્ર અને દિલ્હી પોલીસ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે. આ હુમલામાં જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ આષિ ઘોષ સહિત ૩૪ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી અને આ કેસ ક્રાઈમ બ્રાંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક મહત્ત્વની નીકડી મળી હોવાનો દાવો કરાયો હતો. હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી ત્યાં સુધી વિવિધ રાજકીય પક્ષોએ સવાલો ઉભા કરવાનું શરૂ કર્યું છે. વિરોધ પક્ષ અને જેએનયુ વિદ્યાર્થીઓએ દિલ્હી પોલીસ પર નિષ્ક્રીય હોવાનો આરોપ લગાવ્યો હતો.

7537d2f3 5

ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને એચઆરડી મંત્રાલય સાથે પરિસ્થિતિનો હિસ્સો લેવા વાત કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે વાત કરી હતી અને તેમને જેએનયુના પ્રતિનિધિઓને વાટાઘાટો માટે બોલાવવા વિનંતી કરી હતી. તેમણે રવિવારે પોલીસ કમિશનર સાથે પણ વાત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.ગઈ કાલે પુડુચેરીથી ચંદીગ અને અલીગ થી કોલકાતા સુધીની વિવિધ યુનિવર્સિટીઓમાં દેખાવો યોજાયા હતા. બેંગ્લોરની નેશનલ લો યુનિવર્સિટી, આઈઆઈટી બોમ્બે અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ સોશિયલ સાયન્સમાં પણ દેખાવો યોજવામાં આવ્યા હતા. દિલ્હી યુથ કોંગ્રેસે ઇન્ડિયા ગેટ પર મશાલ-ઝુલુસ કા.યું હતું. બ્રિટનની અને સસેક્સ યુનિવર્સિટી અને યુ.એસ.ની કોલમ્બિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

દરમિયાન, બોલીવુડની હસ્તીઓ વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે મુંબઈના ગેટવે ઈન્ડિયા ખાતે એકત્રીત થઈ હતી.આમાં ફિલ્મના દિગ્દર્શકો વિશાલ ભારદ્વાજ, અનુરાગ કશ્યપ, ગીતકાર જાવેદ અખ્તર, અભિનેત્રી દિયા મિર્ઝા, તાપસી પન્નુ શામેલ છે. આ દરમિયાન વિશાલ ભારદ્વારે એક કવિતા પણ સંભળાવી.

મુંબઈના ગેટવે  ઈન્ડિયા પર એકત્ર થયેલા લોકોએ જેએનયુની ઘટના સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના ગુનેગારોને પકડવાની માંગ કરી હતી. સોમવારે સાંજે આ પ્રદર્શન દરમિયાન ’આશ્ર્ચર્યજનક રીતે કાશ્મીરની આઝાદી’ માંગનારા પોસ્ટર પણ લહેરાતા જોવા મળ્યા હતા, અગાઉ, જેએએયુના વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના વિરોધમાં હુતાત્મા ચોકથી ગેટવે સુધીની કૂચ કાટવામાં આવી હતી.

7537d2f3 5

સુપ્રીમ કોર્ટમાં એક અરજી છે. દાખલ કરવામાં આવી છે કે કેન્દ્ર અને દિલ્હી પોલીસ વિરુદ્ધ હિંસાને રોકવા અને તેનાથી વ્યવહાર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવાના આરોપસર કાર્યવાહી કરવામાં આવશે.તહસીન પૂનાવાલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે ૧૭ જુલાઇ, ૨૦૧૮ ના રોજ, સર્વોચ્ચ અદાલતે ટોળાની હિંસાને રોકવા અને તેનો સામનો કરવા માટે સરકાર અને પોલીસ અધિકારીઓને સાવચેતી અને ઉપાય માર્ગદર્શિકા જારી કરી હતી અને એવું તારણ કાઢ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ખાનગી છે કાયદાને તેના પોતાના હાથમાં અથવા જૂથ તરીકે લઈ શકતા નથી અને બીજાને દોષિત માનતા નથી.જેથી જે.એન.યુની ઘટના છે. મોદી સરકાર માટે વધુ એક મોટો પડકાર બનીને સામે આવ્યો છે.

  • ‘જેએનયુ’ હિંસાને ષડયંત્ર ગણાવીને વીસી સહિતના જવાબદારો સામે પગલા લેવા માંગ

જેએનયુ કેમ્પસમાં રવિવારે રાત્રે થયેલા હિંસક બનાવમાં વિદ્યાર્થી સંગઠ્ઠનના પ્રમુખ આષી ઘોષને માથામાં લોખંડના સળીયા ફટકારવામાં આવ્યા હતા. આ ઈજામાં એઈમ્સમાં સારવાર લીધા બાદ રજા અપાયેલા આષી ઘોષે આ હુમલો એબીવીપીના કાર્યકરો દ્વારા ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવ્યાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે છેલ્લા થોડા દિવસોથી વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા ફી વિરોધી આંદોલનને તોડી પાડવા સંઘ સમર્થીત પ્રાધ્યાપકો જમણેરી વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહ્યાનું જણાવ્યું હતુ ઘોષે આ મુદે જેએનયુના વીસી એમ. જગદીશકુમારની નિષ્ક્રીયતા પર આક્ષેપ કરીને તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.

  • અમદાવાદની અનેક સંસ્થાના વિદ્યાર્થીઓએ ‘જેએનયુ’ હિંસાના વિરોધમાં પ્રદર્શનો યોજયા

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં થયેલી હિંસાની નિંદા કરવા માટે ગઈકાલે અમદાવાદની કોલેજનાં વિદ્યાર્થીઓ, કાર્યકરો અને નાગરિકો સહિત ૧૦૦ થી વધુ લોકોએ અહીં અમદાવાદ કેમ્પસની બહાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાવચેતીના પગલા તરીકે વિરોધ પ્રદર્શન સ્થળ નજીકથી એબીવીપી સભ્યોની અટકાયત કરવામાં આવી હતી. રવિવારે રાત્રે જેએનયુ કેમ્પસની અંદર હિંસા ફાટી નીકળી હતી, જ્યારે લાકડીઓ અને સળિયાથી સજ્જ માસ્કવ્ડ શખ્સે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપર હુમલો કર્યો હતો અને કેમ્પસમાં આવેલી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. અમદાવાદના આઇઆઇએમએ, સીઇપીટી યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને ગુજરાત વિદ્યાપીઠ સહિત વિવિધ અગ્રણી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. દલિત કાર્યકર અને સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરોધ પ્રદર્શનોમાં હતા જે જેએનયુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરના હુમલામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા.

  • દિલ્હી વિધાનસભાનો ‘જંગ’ ૮મી ફેબ્રુ.એ: પરિણામ ૧૧મી ફેબ્રુ.એ

રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયોછે. જેમાં ૮ ફેબ્રુઆરી એ મતદાન થશે અને ૧૧ ફેબ્રુઆરી એ પરિણામ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા એ કહ્યું કે, ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. આ માટે ૧૪ જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી માટેની છેલ્લી તારીખ ૨૧ જાન્યુઆરી રહેશે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૪ જાન્યુઆરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે તમામ ૭૦ બેઠકો પર એક સાથે મતદાન યોજાશે, જેના માટે ૨૬૮૯ સ્થળોએ મતદાન થશે. આ માટે કુલ ૧૩૭૫૭ મતદાન મથકો બનાવવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે દિલ્હીમાં લગભગ ૧૪ કરોડ મતદાતાઓ છે. ચૂંટણી પ્રણાલીમાં ૯૦ હજાર કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી છે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ૨૨ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. નિયમો અનુસાર ચૂંટણી પુરી થાય તે પહેલાં ચુંટણી પંચે નવી વિધાનસભાની રચના કરવી પડશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું. ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે મતદાન મથક પર મોબાઈલ ફોન માટે લોકર આપવામાં આવશે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેઓને મતદાન કરવામાં સરળતા થશે. તેમણે એમ પણ કહ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવા માટે મીડિયા મોનિટરિંગ સેંટર બનાવવામાં આવ્યા છે. દિલ્હીમાં વિધાનસભાની ૭૦ બેઠકો છે જેમાંથી ૫૮ સામાન્ય કેટેગરીમાં છે જ્યારે ૧૨ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. અરોરાએ કહ્યું કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સુરક્ષાના પરિમાણો સહિતની તૈયારીઓના સંદર્ભમાં વિવિધ કાયદા પાલન એજન્સીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

દિલ્હી વિધાનસભાનો જંગ ૯મી ફેબ્રુ.એ.મતદાન ૧૦મી ફેબ્રુ ચુંટણીમાં આમ આદમી પાર્ટી (આપ), ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય હરીફાઈ છે. દિલ્હી વિધાનસભામાં બહુમતી માટે ૩૬ ધારાસભ્યોની જરૂર છે. ૨૦૧૫ ની વિધાન સભાની ચૂંટણીમાં આપ ને ભારે બહુમતી મળી હતી. અરવિંદ કેજરીવાલ ના નેતૃત્વમાં પાર્ટી એ ૭૦ માંથી ૬૭ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ભાજપને બેઠકો થી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે કોંગ્રેસનું ખાતું ખોલી શકીન હતી. જોકે, ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ ૭ બેઠકો કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.