બજારમાં તરલતા લાવી અર્થતંત્રને વધુ મજબૂતાઈ આપવા માટે સરકાર તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે રાહતો અને આર્થિક પેકેજ જાહેર કરાઈ રહ્યા છે. ત્યારે સરકારે બચતકારોને વધુ એક મોટી રાહત આપી છે. નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત કરી છે.

બજારમાં વધુ તરલતા લાવવા પ્રયાસ

પીપીએફ અને એનએસસી પરનો વ્યાજદર અનુક્રમે 7.1% અને 6.8% પર યથાવત

સરકારે એનએસસી- નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને પીપીએફ- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સહિતની નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં કોવિડ -19 રોગચાળા વચ્ચે 2021-22ના બીજા ક્વાર્ટરમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી. જે અનુસાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (એનએસસી) બીજા ક્વાર્ટરમાં પણ અનુક્રમે 7.1 ટકા અને 6.8 ટકાના વાર્ષિક વ્યાજ દરને ચાલુ રખાશે.

એક વર્ષની ટર્મ ડિપોઝિટ યોજના ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 5.5 ટકાના વ્યાજ દરે ચાલુ રહેશે, જ્યારે બાળકી બચત યોજના, સુક્ધયા સમૃદ્ધિ યોજનાનું પર 6.6 ટકા યથાવત ચાલુ રહેશે. વરિષ્ઠ નાગરિકો માટેની બચત યોજના પરનો વ્યાજ દર 4.4 ટકા જાળવી રાખવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોની યોજના પરનું વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે. બચત થાપણો પર વ્યાજ દર વાર્ષિક 4 ટકા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.