ત્રણ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે
જામનગરના બિલ્ડર પર વીસ દિવસ પહેલાં કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલના ઈશારે ફાયરીંગ કરનાર ત્રણ શખ્સને એલસીબીએ રિમાન્ડ પર લીધા હતાં. તે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ ગઈકાલે પૂર્ણ તા અદાલતે તેઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. એલસીબીએ આ પ્રકરણમાં સંડોવાયેલા નગરના એક શખ્સની ધરપકડ કરી હતી અને હજુ બે આરોપીના સગડ દબાવવાનું યાવત રાખ્યુ છે.
જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલા ક્રિષ્ના પાર્કમાં બાંધકામ કરાવતા બિલ્ડર ગીરિશભાઈ ડેર પર ગઈ તા. ૩ની સવારે બે મોટર સાયકલમાં ધસી આવેલા ત્રણ શખ્સે બે રાઉન્ડ ફાયરીંગ કરી તેઓની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વેળાએ બિલ્ડરે પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી વળતા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા ત્રણે હુમલાખોરો નાસી ગયા હતાં. બનાવની જાણ તા એસપી સહિતનો પોલીસ કાફલો સ્ળ પર દોડી ગયો હતો. ત્યારપછી બિલ્ડરે પોતાના પર કુખ્યાત ભૂમાફીયા જયેશ પટલે ફાયરીંગ કરાવ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશ અને તેના સાગરીતો સામે ગુન્હો નોંધાવ્યો હતો. એલસીબીએ આ બનાવની હા ધરેલી તપાસ દરમ્યાન એટીએસની ટુકડીએ અમદાવાદમાંથી ત્રણ શખ્સની આ પ્રકરણમાં અટકાયત કરી તેનો કબજો એલસીબીને સોંપતા સુત્રાપાડાના હિતુભા ઝાલા, સંજય બારડ તા પ્રવિણ ગીગાની ધરપકડ કરાઈ હતી અને સાત દિવસના રિમાન્ડ લેવામાં હતાં. જેમાં આ આરોપીઓએ આ બિલ્ડર પર ફાયરીંગ કરવા જયેશ પટેલે રૂ. દોઢ કરોડમાં સોપારી આપ્યાની અને તેમાં જામનગરના રજાક સોપારી, હુસેન દાઉદ અને જશપાલસિંહ નામના શખ્સોના નામ આપી જેમાંથી ફાયરીંગ કરાયું હતું તે હયિાર કાલાવડના નગરસેવકને વેચી નાખ્યાની કબુલાત આપી હતી. એલસીબીએ કાલાવમાંથી તે નગરસેવકની પણ ધડપકડ કરી હતી. તે દરમ્યાન ગઈકાલે હિતુભા, સંજય અને પ્રવિણની રિમાન્ડની મુદ્દત પૂર્ણ તા તેઓને અદાલતમાં રજુ કરાયા હતાં. અદાલતે ત્રણે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.