કુલ ચાર શખ્સોની ધરપકડ: ચારની શોધખોળ
મોરબીની બારશાખ રાજપૂત શેરીમાં એક સપ્તાહ પહેલા ફાયરિંગ અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું તેમજ તીક્ષ્ણ હથિયાર વડે ઇજા થવાથી એક યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું હતું આમ કુલ મળીને બે વ્યક્તિના મર્ડર થયા હતા અને સામસામે ફરિયાદો નોંધાઈ હતી જેમાં પોલીસે હાલમાં શનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પીટલમાં ફાયરિંગ કરનારા શખ્સની ધરપકડ કરેલ છે જો કે હજુ મમૂ દાઢી સહિત કુલ મળીને ચાર આરોપીઓ પકડવાના બાકી છે.
મોરબી બારશાખ શેરીમાં ગત રવિવારે ઘાતક હથિયારો સાથે સામસામે મારામારી થઈ હતી તેમજ સ્થળ ઉપર ફાયરિંગનો બનાવ બન્યો હતો ત્યારે મોરબી સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ રફીકભાઈ લોખંડવાલાના દિકરા આદિલ રફીકભાઈને ગોળી વાગી હતી જેથી તેનું મોત થયું હતું તેમજ સામેના પક્ષે હુમલો કરનારાઓમાં હનીફ ઉર્ફે મમુ દાઢી કાસમાણીના ભત્રીજા ઈમરાન સલિમભાઈને તિક્ષણ હથિયારથી ઇજા થયેલ હોવાથી તેનું પણ મોત થયું હતું આ બેવડી હત્યના બનાવમાં સામસામી ફરિયાદ થઈ હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં બંને પક્ષના કુલ મળીને ૧૩ આરોપીની ધરપકડ કરેલ છે અને આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ બનાવમાં મૃતક આદિલના પિતા રફીકભાઇ રજાકભાઇ માંડવીયા ઉર્ફે લોખંડવાલાએ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશને હનીફભાઇ ઉર્ફે મમુ દાઢી સહિત કુલ મળીને ૧૨ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાથી અત્યાર સુધીમાં છ આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડવામાં આવ્યા છે જો કે, રફીકભાઈના ઇજાગ્રસ્ત દિકરાને સારવારમાં ક્રિષ્ના હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારે ત્યાં જઈને આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબભાઇ ચાનીયા સહિતના દ્વારા ઝઘડો કરીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં રઉફને ઇજા થઈ હતી જેથી તે હાલમાં સારવારમાં છે જો કે, આ ગુનામાં પોલીસે ખાનગી હોસ્પિટલના પટાંગણમાં ફાયરિંગ કરનારા ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબભાઇ ચાનીયાની પોલીસે ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ હનીફભાઇ ઉર્ફે મમુ દાઢી તેના દીકરા સહિત કુલ મળીને ચાર આરોપીની ધરપકડ કરવાની બાકી છે.