- આજે હિરોશિમા દિવસ: દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે ‘મોતનો વરસાદ’
આજે છે 6 ઓગસ્ટ , આજના દિવસે 1945માં જાપાનનાં હિરોશિમા પર પરમાણુ હુમલો થયો હતો. આ હુમલા ના માત્ર બે દિવસ બાદ 9 મી ઓગસ્ટે જાપાનના અન્ય શહેર નાગાસાકી ઉપર પણ અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.
એ ઘટનાને આજે 79 વર્ષ પુરા થઈ ચૂકયા છે. આ એક એવી ઘટના હતી કે જેનાથી આજે પણ વિશ્વ આખું થરથરે છે. 1945 માં 6 ઑગસ્ટની સવારે, બી – 29 બોમ્બર એનોલા ગેની મદદથી હિરોશિમા શહેર પર લિટલ બોય નામનો અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો. આ ગોઝારી ઘટનામાં આશરે 80 હજાર લોકો માર્યા ગયા હતા, ઘટના અહી પૂરી નથી થતી પરંતુ ત્રણ દિવસ પછી નાગાસાકી ઉપર ફેટ મેન નામનો બીજો અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો જેમાં 40 હજારથી વધુ લોકો માર્યા ગયા. અને જે હજારો લોકો બચી ગયા તે રેડીએશનની અસરના કારણે જીવન અને મરણ વચ્ચે તરફડવા લાગ્યા હતા. આ ઘટનાને કાળો વરસાદ પણ કહેવામા આવે છે.
1945 માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી જાપાન અને યુએસ વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા, ખાસ કરીને જાપાન આર્મી પૂર્વ ઈન્ડિઝના તેલ-સમૃદ્ધ વિસ્તારોને કબજે કરવાના ઉદ્દેશ્યથી ઇન્ડોચિના પર કબ્જો કરવાનું નક્કી કર્યું. તેથી યુ.એસ.ના પ્રમુખ હેરી ટ્રુમેને બીજા વિશ્વયુદ્ધમાં જાપાન આત્મસમર્પણ કરે તે માટે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની સત્તા આપી હતી, અને તેને પરમાણુ બોમ્બનો ઉપયોગ કર્યો પણ ખરો. તે સમયના અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેને ચેતવણી આપી હતી કે હવે અમે વધુ ઝડપથી અને સંપૂર્ણપણે જાપાનીઓનાં કોઈપણ ઉત્પાદન સાહસોને જમીન ઉપરથી કાઢી નાખવા તૈયાર છીએ.
જાપાની જનતાને સંપૂર્ણ વિનાશથી બચાવવા માટે પોટ્સડેમમાં 26 જુલાઈએ છેલ્લું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જો તેઓ હવે અમારી શરતોને સ્વીકારશે નહીં તો તેઓ હવામાંથી વિનાશના વરસાદની અપેક્ષા રાખી શકે છે.
ટ્રુમેને નક્કી કર્યું છે કે ફક્ત શહેર પર બોમ્બમારો કરવામાં આવશે તો દેશ પર તેની મોટી ઇંપ્રેશન પડશે અને તેથી ટાર્ગેટ શહેરને લશ્કરી ઉત્પાદનને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા હતા. આ શહેર ક્યોટોની જેમ જાપાન માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા ન હોવાની પણ ખાતરી કરવામાં આવી હતી.
આ તમામ વસ્તુઓનું લક્ષ્ય માત્ર જાપાનની યુદ્ધો લડવાની ક્ષમતાનો નાશ કરવાનું હતું.હિરોશિમા મિલેટરીનો પહેલો ટાર્ગેટ હતો જેની વસ્તી આશરે 3,18,000 લોકોની હતી. હિરોશિમા તે સમયે જાપાનનું સાતમા ક્રમનું સૌથી મોટું શહેર પણ હતું. હિરોશીમાં જાપાનના સૌથી મહત્વપૂર્ણ લશ્કરી કમાન્ડનું સ્ટેશન હતું અને ચૂગોકુ પ્રાદેશિક સૈન્યના વડામથક તરીકે પણ કાર્યરત હતું. તે સૈન્ય પુરવઠાના સૌથી મોટા ડેપો માંનું એક સ્થળ અને પુરવઠા માટેના અગ્રણી લશ્કરી શિપિંગ પોઇન્ટનું સ્થળ પણ હતું.
અણુ બોમ્બ બ્રિટીશ અને અમેરિકાના વૈજ્ઞાનિક જ્ઞાનનું પરિણામ હતું અને આ બોમ્બ યુ.એસ. માં બે પ્લાન્ટ્સ પર બનાવવામાં આવ્યો હતો. આ બોમ્બ કોડનેમ મેનહટન પ્રોજેક્ટના નામે બનાવવામાં આવ્યો હતો. બે-બે પરમાણુ હુમલાનો ભોગ બનેલા જાપાને ભલે અમેરિકાની શરણાગતિ સ્વીકારી પરંતુ ત્યારબાદ જાપાનના લોકો અને સરકારે જે રીતે વિકાસ માટેના પારાવાર પ્રયત્નો કર્યા તેને આખા વિશ્ર્વની આંખ ઉઘાડી નાખી. પરમાણુ હુમલાના માત્ર ગણતરીના વર્ષોમાં જ જાપાન આર્થિક સામ્રાજ્ય ઉભુ કરવા લાગ્યું. જાપાની લોકોની કર્મનિષ્ઠા વિશ્ર્વમાં કોઈ પણ ખુણે જોવા ન મળે તેવી છે. એન્જીનીયરીંગ, વિજ્ઞાન, ગણીત અને ટેકનોલોજી સહિતના સેકટરમાં જાપાને લાવેલી ક્રાંતિ કોઈ ભુલી શકે તેમ નથી. માત્ર નાનકડા દેશનું અર્થતંત્ર ભારત કરતા પણ વિશાળ છે. અમેરિકાને પણ હંફાવે છે. પરમાણુ હુમલાની રાખમાંથી બેઠુ થયેલુ જાપાન આજે શાંતિ ઈચ્છે છે.
જાપાનના નાગરિકોની સરેરાશ ઉંમર 100 વર્ષ જેટલી છે અને જીવન ધોરણ પણ અન્ય દેશોની સરખામણીએ ઘણું ઉંચુ છે.
હુમલાને કારણે બન્ને શહેરોમાં કશુ જ બચ્યું ન હતું. બોંબ ધડાકામાં વપરાયેલ પ્લૂટો નિયમને કારણે આ શહેરોમાં હજી ખોડખાપણવાળા બાળકો જન્મે છે. ભયાનકતા એટલી ભયંકર હતી કે જો જાપાને 14 ઓગસ્ટે હાર ન સ્વીકાર હોત તો અમેરીકા 19 ઓગસ્ટે ફરી હુમલો કરવાનું હતું. બન્ને ધડાકામાં અમેરિકાએ 6.4 કિલોગ્રામના પ્લૂટોનિયમ બોંબનો ઉપયોગ કર્યો હતો. આ પરમાણું બોંબ ધડાકાની યોજનામાં પહેલા જાપાનના કોકુરા શહેરને નિશાન બનાવવાનું હતું પણ વાદળો અને ધુમાડાના કારણે પાયલટ નિશાન ચુકી ગયો હતો, તેણે બોંબ ફેંકવાની ત્રણવાર કોશીશ કરી હતી પણ સફળતા મળી ન હતી.
છેલ્લે બીજા લક્ષ્ય નાગાસાકી તરફ એટેક કર્યો હતો. આ પરમાણું બોંબની અસરને કારણે વાતાવરણમાં 3900 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગર્મી અને કલાકે 1005 કિમીની ઝડપે બન્ને શહેરોમાં ભયાનક આંધી આવી હતી જેને કારણે પણ હજારો લોકો મૃત્યું પામ્યા હતા. પ્રથમ હિરોશિમા શહેર ઉપર અને તેના ત્રણ દિવસ બાદ જાપાનના જ શહેર નાગાસાકી શહેર ઉપર બોંબમારો થયો હતો, જેમાં પહેલા ધડાકામાં 70 હજાર સાથે બન્ને બોંબ બ્લાસ્ટમાં બે લાખથી વધુ લોકો મૃત્યું પામ્યા હતા.આવી ભયંકર સ્થિતી બાદ જાપાન આજે 79 વર્ષે દુનિયામાં તમામ સ્તરે ટોચ ઉપર છે, જેનો યશ જાપાની પ્રજાને આપવો જ પડે છે. દરેક નાગરીકે પોતાના દેશને બેઠો કરવા તનતોડ મહેનત કરીને સમગ્ર વિશ્ર્વનો શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.
જાપાનના 67 શહેરો ઉપર સતત છ મહિના સુધી અગન ગોળાનો વરસાદ !!
1945 માં બીજા વિશ્ર્વ યુધ્ધના અંતિમ તબક્કા દરમ્યાન અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી શહેરો ઉપર બે અણુ બોમ્બ ફેકાયા હતા. જાપાનનાં કુલ 67 શહેરો ઉપર સતત છ મહિનાઓ સુધી સતત અગન ગોળાઓનો વરસાદ કર્યો હતો. હિરોશિમામાં 90 હજારથી દોઢ લાખ અને નાગાસાકીમાં 60 હજારથી 80 હજાર લોકો મૃત્યું પામ્યા હતા. ભયાનકતાઓમાં 60 ટકા લોકો આગને કારણે, 30 ટકા કાટમાળ નીચે દટાઇ જવાથી અને 10 ટકા લોકો અન્ય કારણોથી મર્યા હતા. બોમ્બ બ્લાસ્ટ બાદ કિરણોત્સર્ગથી પ્રેરિત માંદગીને કારણે પણ મૃત્યું પામતા હતા. 4650 કિલો વજન ધરાવતો અણુ બોંબ 31 હજાર ફૂટની ઉંચાઇએથી શહેરો ઉપર ફેકાયો હતો, જેની ઝડપે કલાકે 500 થી 1000 માઇલની હતી.