સમગ્ર દેશના 10 લાખથી વધારે બેન્ક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર છે. તેઓ ઈન્ડિયન બેન્ક એસોસિયેશન તરફથી વેતનમાં માત્ર 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનો વિરોધ કરી રહ્યા છે. નોંધનીય છે કે, 5મેના રોજ આ મુદ્દે થયેલી બેઠકમાં આઈબીએને પ્રસ્તાવ આપ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે, વેતનમાં માત્ર 2 ટકાના વધારાનો કોઈ અર્થ નથી. 30 અને 31 મેના રોજ બેન્ક કર્મચારીઓ હડતાલ પર હોવાથી આ મહિનાની સેલરીમાં પણ તકલીફ થઈ શકે છે. તે ઉપરાંત એટીએમ ટ્રાન્ઝેક્શનમાં પણ તકલીફ આવી શકે છે.
કર્મચારીઓની માંગણી:-
-વેતન નિર્ધારણની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામા આવે.
-વેતન -ભત્થામાં યોગ્ય વધારો કરવામાં આવે
-દરેક ગ્રેડના અધિકારીઓને સામેલ કરવામાં આવે
-અન્ય સેવા શર્તોમાં સુધારો કરવામાં આવે
-આ માગણીઓ વિશે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ અને આઈબીએ વચ્ચે 2 મે 2017થી 12 નવેમ્બર 2017 દરમિયાન 13 બેઠક થઈ હતી. તાજેતરમાં જ 5 મેના રોજ આ મુદ્દા વિશે અંતિમ વાતચીત પણ કરવામાં આવી હતી. બેન્ક કર્મચારીઓનો વેતન વધારો ગયા વર્ષે નવેમ્બરથી બાકી છે.