સમગ્ર દેશની 21 સરકારી બેન્કો અને 9 જૂની ખાનગી બેન્કોના 10 લાખ કર્મચારીઓ હડતાળ પર છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયનની અપીલ પર આ હડતાળ કરવામાં આવી છે. તેમાં કર્મચારીઓના 4 અને અધિકારીઓના 5 યૂનિયન સામેલ છે.

નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેન્ક બેન્કર્સના ઉપાધ્યક્ષ અશ્વિની રાણાના જણાવ્યા પ્રમાણે જૂની ખાનગી બેન્ક જે યૂનિયન સાથે જોડાયેલી છે તેના કોઈ કામકાજ નહીં થાય. તેમાં ફેડરલ, કર્ણાટકા, કરુર વૈશ્ય, ધનલક્ષ્મી, લક્ષ્મીવિલાસ બેન્ક સામેલ છે. સરકારી બેન્કોના મર્જરના વિરોધમાં અને વેતન વધારાની માંગને લઈને કર્મચારીઓએ હડતાળનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.