વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફળ, ફૂલ, કઠોળ અને અનાજ પણ ઉગાડી શકો છો. આજે તમે જાણો કે ઘરે સરળતાથી રોઝમેરી કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.
રોઝમેરીના છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. જેથી છોડમાં નાખવામાં આવતુ પાણી માટીમાં ભરાઈ ન રહે. ત્યારબાદ સારી ગુણવત્તાની માટી લો.
માટીમાં સારી ગુણવત્તાનું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર કરેલી માટી કૂંડામાં ભરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને માટીને બરાબર ભીની કરી લો.
ત્યારબાદ હવે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો. અને માટીમાં 4-5 ફૂટની ઉંડાઈએ બીજ છૂટા છૂટા મૂકી તેના પર માટી નાખી દો. ત્યારબાદ તેના પર થોડું પાણી ઉમેરો.
રોઝમેરી વાવવામાં આવેલા કૂંડાને એવી જગ્યાએ મૂકો. જ્યાં છોડને આશરે 6 થી 8 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે. આ ઉપરાંત રોઝમેરીના છોડને વધારે પાણી કે વધારે ખાતરની જરૂર પડતી નથી.
ત્યારબાદ રોઝમેરીની યોગ્ય વૃદ્ધિ માટે કૂંડામાંથી નીંદણને દૂર કરતા રહો. આશરે 2 થી 3 મહિનામાં છોડ લીલો થઈ જશે અને તેમાંથી ફૂલો પણ દેખાવા લાગશે. તેમજ છોડના પાંદડા લીલા રાખવા માટે નિયમિત પાંદડા કાપતા રહો.
આ ઉપરાંત છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.