આઇફોન હાલ એક સ્ટેટ્સ સિમ્બોલ બની ગયો છે તેની કિંમત મોંઘી હોવાને કારણે માત્ર ધની લોકો જ. તેનો ઉપયોગ કરી શકે છે પરંતુ મિડિયાના અહેવાલ મુજબ વેબસાઇટ કેટલાંક આંકડા રજુ કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આઇફોન માત્ર ૬૬ રુિ૫યાના રો મટિરીયલમાં બને છે. વેબસાઇટે એક ચાર્ટ દર્શાવ્યુ જેના આઇફોનની કિંમત માત્ર ૧.૦૩ ડોલર અંદાજે ૬૬ રુપિયા બતાવવામાં આવી છે જેટલાંમા તો એક લિટર પેટ્રોલ પણ આવતુ નથી. રો મટિરિટલમાં ૩૮.૫ ગ્રામ એલ્યુમિનિયમ આયર્ન, ૩૧.૧ ગ્રામ એલ્યુમિનિયમ, ૧૯.૯ ગ્રામ કાર્બન, ૧૮.૬ ગ્રામ પપર્ન, ૮.૧ ગ્રામ સિલિકોન, ૭.૮ ગ્રામ કોપર, ૬૬ ગ્રામ કોબાલ્ટ અને ૨.૭ ગ્રામ નિકેલ સામેલ છે. આ વિશે આઇફોન ૬ વિશે જણાવવામાં આવ્યું છે. ઘણી વખત એવા સમાચાર પણ આવતા હોય છે. આઇફોન બનાવવા માટે એપલ કંપની રિસાઇકલ પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.