એક માસમાં ત્રણ સિંહના મોત નિપજતા વનવિભાગના સ્ટાફની સામૂહિક બદલીની માગ
ખાંભાના ગોરાણા, પીપળવા, સરકડીયા બાદ સમઢીયાળા ૨ માં સિહનો મળ્યો મૃતદેહ સિંહનું મોત ફ્રુડ પોઈજન અને ગરમીને કારણે થયું હોવાનું વનતંત્રના આર.એફ.ઓ.નું કહેવું બે વર્ષનાં સિંહનો મૃતદેહ બાજરીના પાકમાંથી મળ્યો હતો.
વનવિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ધારી ગીર પૂર્વના ખાંભા જંગલ રેવેન્યુમાં ૫૦ દિવસમાં ૪ સિંહના મોત નિપજયા છે. ચાર ચાર સિંહોના મોત સામે વનવિભાગની ઘોર બેદરકારી સામે આવે છે.
વનતંત્ર સામે સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
એક મહિનાના ગાળામાં વનવિભાગની બેદરકારીથી ત્રણ સિંહ સહિતના વન્યપ્રાણી મોતને ભેટયા છે. વનવિભાગનાં જવાબદાર અધિકારી સહિત રબારીકા રાઉન્ડના જવાબદાર સ્ટાફ સામે ફરજમાં બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવા લાયન નેચર ફાઉન્ડેશન માંગ કરે છે. તેમજ તુલસીશ્યામ રેન્જમાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા તમામ સ્ટાફની સામુહિક બદલીકરવી જ રૂરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com