નિયમોના ભંગ બદલ બે વર્ષની કેદ થઇ શકશે
દેશમાં અત્યારે અલગ અલગ વિસ્તારોમાં કોરોનાને રોકવા વિવિધ પગલા લેવાઇ રહ્યા છે ત્યારે ઝારખંડે કોરોનાને રોકવા માટે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે.
હકીકતમાં ઝારખંડમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધતી જાય છે. અને સરકારી હોસ્પિટલોમાં હવે જગ્યા પણ નથી એટલે સરકારે નિર્ણય કર્યો છે કે ખાનગી હોસ્૫િટલને બેકેટ હોલનો પણ આઇસોલેશન વોર્ડ માટે ઉપયોગ કરવામાં આવશે.કોરોનાને રોકવા માસ્ક નહી પહેરનારનો એક લાખનો દંડ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત બે વર્ષની જેલ પણ થઇ શકશે.
ઝારખંડની કેબીનેટે બુધવારે સંક્રમણ રોગ અઘ્યાદેશ ૨૦૨૦ને પાસ કર્યો છે આ નિર્દેશમાં બતાવાયું છે કે સુરક્ષા પ્રોટોકોલના ભંગ કરવા બદલ એટલે કે માસ્ક ન પહેરનારને રૂ. ૧ લાખનો દંડ કરાશે.
આ સાથે જ નવા નિયમ મુજબ જો કોઇ નિયમોનું પાલન નહીં કે માસ્ક નહીં પહેરે તો તેને બે વર્ષની જેલ પણ થઇ શકશે. જો કે આજે ઉલ્લધન કરનારાને રોકવા માટે સડકો ઉપર કોઇ જગ્યાએ ચેકીંગ જોવા મળ્યું ન હતું રાજધાની રાંચીની સડકો પર કેટલાક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.