પ્રાપ્ત થતી માહિતી મુજબ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કડાણા ડેમમાં બે લાખ ચુમ્મો તેર હજાર કરતા પણ વધારે પાણીની આવક જોવા મળતા, હાલમાં કડાણા ડેમમાંથી બે લાખ ચોંપ્પન હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું.
હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે કડાણા ડેમની સપાટી 414 ને પહોંચી છે,જ્યારે ભયજનક સપાટી નું લેવલ 419 ફૂટ થાય છે સતત કે વરસી રહેલા વરસાદ બે કારણે અને ઉપરવાસમાં વધારે વરસાદ પડતા સતત વધી રહેલું પાણીની આવકને કારણે કડાણા ડેમના ૧૬ ગેટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેને લઈને હાલમાં ( ૩ ) પુલ બંધ રાખવામાં આવેલા છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહીતી અનુસાર મહીનદી ઊપર થી પસાર થતા ઘોડિયાર, હાડોડ અને તાતરોલી એમ ત્રણ પુલ ઉપર વાહનવ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે.