દુબઈ, મોરેશીયસ, હોંગકોંગ જેવા દેશો અન્ડર ઈનવોઈસીંગ તથા ઓવર ઈનવોઈસીંગમાં આગળ: આલ્યા, માલ્યા અને જમાલ્યા ભારતનો રૂપિયો લઈ વિદેશમાં રોકાણ કરતાં પડે છે નજરે
હાલ ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ કોઈપણ દેશ માટે એક મહત્વનું પરીબળ બની રહેતું હોય છે ત્યારે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટમાં એક લાખ કરોડ રૂપિયા જે આવ્યા છે તે તો કયાંથી આવ્યા ? શું તે વાયા વિરમગામ કે કેમ ? તે એક પ્રશ્ર્ન ઉદભવિત થયો છે. દુબઈ, મોરેશીયસ, હોંગકોંગ જેવા શહેરોમાં અંડર ઈનવોઈસીંગ અને અવર ઈનવોઈસીંગનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું રહે છે.
મોરેશીયસ અથવા તો સિંગાપુરની વાત કરવામાં આવે તો ત્યાં રોકાણ એટલું બધુ વધી ગયું છે કે જેને લઈ એવા પ્રશ્ર્નો પણ ઉભા થાય છે કે ત્યાં એવું તો શું પાકે છે જેનાથી વિશ્ર્વ સમુદાય આ બંને શહેરોમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટમાં વધુ અગ્રેસર થાય છે. વાત કરવામાં આવે તો ભારત દેશનાં જે માંધાતાઓ છે તે પણ તેમનાં પૈસા મોરેશીયસ અથવા તો કહી શકાય કે સિંગાપુર જેવા શહેરોમાં રાખે છે. ઉદાહરણ તરીકે કહીએ તો ગંગામાં ડુબકી મારવાથી પાપનું ધોવાણ થતું હોય છે એવી જ રીતે બેનામી સંપતિ આ શહેરોમાં રોકાણ કરવા બાદ ભારતમાં જયારે પરત ફરે છે ત્યારે તે વાઈટ મની તરીકે ઓળખાય છે તે પણ એક કડવી વાસ્તવિકતા છે. આ સમગ્ર ઘટના ઉપર કોણ ધ્યાન રાખે છે, કોણ આ મુદાઓને ચેક કરે છે તે પણ એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે.
આલ્યા, માલ્યા અને જમાલ્યા દેશનાં લોકોનાં પૈસાની ઉઠાંતરી કરી વિદેશ ચાલ્યા જતા હોય છે અને વિદેશમાં તેનું રોકાણ પણ કરે છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડાયરેકટ્રેટ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવવી જોઈએ. હાલ જે રીતે જેટ એરવેઝની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ ત્યારે લોકો દ્વારા રોકાણ કરવામાં આવેલા રૂપિયાને ઉઠાવી જેટનાં નરેશ ગોયલ અને તેમની પત્નિ ભારતથી ફરાર થઈ જવા માટે પ્રયત્નો કર્યા હતા.
પરંતુ તેઓને નિષ્ફળતા મળી હતી આ માત્ર નરેશ ગોયલ પુરતી વાત સીમીત નથી. ભારત દેશમાં આવા અનેક લોકો છે કે જે દેશને આર્થિક રીતે ધુંબો મારવામાં હરહંમેશ અવ્વલ હોતા હોય છે. નિરવ મોદી હોય કે પછી વિજય માલ્યા હોય તેમનાં દ્વારા ભારતને જે આર્થિક નુકસાની પહોંચાડી છે તેનાં કારણે ઈડી દ્વારા એવી કોઈ નકકર તપાસ કરવામાં આવી નથી માત્ર હવે જરૂર છે આ પ્રકારનાં આલ્યા, માલ્યા લોકો ઉપર નજર કેન્દ્રીત કરવાની જો આ શકય બનશે તો બેનામી સંપતિ ઉપર ઘણા ખરા અંશે અંકુશ લાવવામાં મદદરૂપ થશે.
દિન-પ્રતિદિન શેરબજારમાં ઉછાળો આવે છે તેનું એક કારણ ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ પણ માનવામાં આવે છે. ભારત દેશમાં સોના સામે રૂપિયો અત્યાર સુધી કોઈ દિવસ ઘટયો નથી. હાલની પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો ભારત દેશમાં સોનાનો ભાવ દિન-પ્રતિદિન વઘ્યો છે. જયારે દુબઈમાં સોનાનો ભાવ ઘટયો છે. એક સમયમાં સોનાનો ભાવ ઘટતા દિરહામનો પણ ભાવ ઘટયો હતો પરંતુ આ પ્રકારની સ્થિતિ ભારત દેશમાં જોવા મળતી નથી.
ભારતનાં જે માંધાતાઓ પોતાનાં બેનામી રૂપિયાનું રોકાણ વિદેશોમાં કરે છે તે પરત વાઈટ મની તરીકે આવે છે. હાલ એવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે કે, બે નંબરનાં રૂપિયા સાચવવા માટે પણ પૈસા દેવા પડે છે. કારણકે જે રીતે સિંગાપોર, મોરેસીયસમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થયો છે ત્યારે તે પ્રશ્ન ઉદભવિત થાય છે કે શું ત્યાં કોઈ એવા મોટા ઉધોગપતિઓ સાબિત કર્યા છે કે કેમ ? પરંતુ નકકર વાસ્તવિકતા એ છે કે, ભારતનો બેનામી રૂપિયો આ શહેરોમાં રોકાણ અર્થે ઉપયોગ લેવામાં આવતો હોય છે અને તેને વાઈટ કરી ફરીથી તે ભારત પરત ફરે છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ મુદા ઉપર સરકાર કઈ રીતે ધ્યાન કેન્દ્રીત કરશે અને આ પ્રકારની ઘટના પર રોક લગાવવામાં આવશે.