ઉંઝા ખાતે ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન યોજાશે લક્ષચંડી મહાયજ્ઞ
જવારાયાત્રામાં માઁ ઉમિયાનાં જય ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું: હજારોની જનમેદની ઉમટી: મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા (સનહાર્ટ ગ્રુપ)ની ઉપસ્થિતિ
ઉંઝામાં કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીનાં સાનિઘ્યમાં આગામી ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન વિશ્વ કલ્યાણ અર્થે માં ઉમા લક્ષચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ૧૭ ડિસેમ્બર સુધી ઉમિયા બાગમાં માં ઉમિયાની અખંડ જયોતની સાક્ષીમાં ૧૧૦૦ ભુદેવો દ્વારા સતત ૧૬ દિવસ સુધી ૭૦૦ શ્લોકનાં દુર્ગા સપ્તસતીના એક લાખ પાઠનાં પારાયણનો પ્રારંભ થયો છે. આ નિમિતે ગઈકાલે ઉમિયા માતાજી મંદિરથી ઉમિયાબાગ પાઠશાળા સુધી ૧૧૦૦ ભુદેવો સાથે ૫૧૦૦ જવાળાકુંડની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં માં ઉમિયાની અખંડ જયોત, દિવ્ય રથ તેમજ હજારો માં ઉમિયાના ભકતો જોડાયા હતા. આગામી તા.૧૭ ડિસેમ્બરે લક્ષચંડી મહાયજ્ઞ અનુસંધાને દેહ શુદ્ધિ તેમજ ૧૮મીએ હોમાત્મક યજ્ઞ યોજાશે.
લક્ષચંડી મહાયજ્ઞમાં ૭૦૦ બ્રાહ્મણો દ્વારા વિવિધ આહુતીઓ અપાશે. ૩૬૩૬ની નવકુંડી તેમજ ૨૪૨૪ની ૯૯ કુંડીમાં બીલીફળ ૧૦ કોથળા, સુગંધીવાળો ૫૦ કિલો, તલ ૮ હજાર કિલો, કમળ કાકડી ૨૫૦ કિલો, શુદ્ધ ઘી ૧૫૦ ડબ્બા, સરસવનું તેલ એક ડબ્બો દીવા માટે, ખડી સાકર ૫૦૦ કિલો, ગુગળ એક હજાર કિલો, ખારેક ટુકડી ૧૦૦ કિલો, ટોપરા કાચલી ૧૦૦ કિલો, કપુર કાચલી ૧૦૦ કિલો, સુખડ પાવડર ૧૦૦ કિલો, જટામસ ૫૦ કિલો, ભોજપત્ર ૨ કિલો, ખીર ૧૦ ચોખા, સામી અને આંબા તેમજ પીપળાના ૭૫ હજાર કિલો કાષ્ટ, સમિધા ૧૧૦ જોડી, છાણા ૬ ટ્રેકટરનો ઉપયોગ થશે. જેની આહુતી ૭૦૦ બ્રાહ્મણો દ્વારા અપાશે. માતાજીના લક્ષચંડી મહોત્સવને લઈ અખંડ જયોત સાથે શોભાયાત્રાનો સંસ્થાના ટ્રસ્ટીઓએ માતાજીનાં દિવ્ય રથનું પ્રસ્થાન સંસ્થાનાં પ્રમુખ મણીભાઈ પટેલ, મંત્રી દિલીપભાઈ પટેલ, મહોત્સવ કમિટીનાં પ્રમુખ બાબુભાઈ જે.પટેલ (બીજેપી), પ્રોજેકટ ચેરમેન એમ.એસ.પટેલ, મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ) તેમજ ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ તથા એપીએમસી ઉંઝાનાં ચેરમેન દિનેશભાઈ પટેલ, ક્ધવીનર અરવિંદભાઈ પટેલ (મેપ ઓઈલ મીલ) ઉપસ્થિતિમાં દિવ્યરથનું પ્રસ્થાન કરાવ્યું ત્યારે માઈ ભકતોનાં સતત જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. લક્ષચંડી મહાયજ્ઞનાં મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ મોરબી-અમદાવાદ) દ્વારા ૧૧૦૦ બ્રાહ્મણોને ચંડીપાઠનું પઠન કરવા વિનંતી કરાતા શાસ્ત્રોકતવિધિ મુજબ આ પાઠનો પ્રારંભ કરાયો