આરોગ્ય કર્મીઓની હડતાળ વખતે જ બીજા સંગઠને મોરચો ખોલ્યો
રાજ્યના એક લાખ આંગણવાડી કર્મચારીઓ આજથી હડતાળ પર જોડાયાં છે અને આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શનના કાર્યક્રમોમાં આંગણવાડી કર્મચારીઓ જોડાનાર છે.
રાજયભરનાં પંચાયત વિભાગ હેઠળનાં 12 હજારથી વધુ કર્મચારીઓ છેલ્લા 20 દિવસથી હડતાળ પર હોવા છતાં સરકાર મચક આપતી ન હોય આંદોલનને ઉગ્ર બનાવવા કર્મચારીઓએ બેઠકોનો દોર શરુ કર્યો છે. દરમિયાન આજે રાજયનાં 1 લાખથી વધુ આંગણવાડી કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડયો છે. તા. 29 મીએ જિલ્લા – તાલુકા કક્ષાએ રેલીનું એલાન કર્યુ છે.
દરમિયાન રજાનાં દિવસે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે બપોરે મળેલી બેઠકમાં સરકાર કર્મચારીઓ સામે કોઈ પગલા લે તો પરિવારનાં સભ્યો સાથે ગાંધીનગરમાં ધરણા યોજવા નિર્ણય લેવાયો હતો. આજે આંગણવાડીની બહેનો જિલ્લા- તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપશે, રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓની બેઠકમાં હડતાળ ઉગ્ર બનાવવા ચર્ચા કરાઈ હતી.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનની મળેલી સંયુકત બેઠકમાં લઘુતમ વેતન અને નિવૃતિ વય મર્યાદા સહિતનાં 16 પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન છેડવાનું એલાન કર્યુ હતુ. તા. 29 મીએ જિલ્લા આવેદનપત્ર અપાશે અને તા. 10
રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળનાં હોદેદારોની હાજરીમાં જિલ્લા માંથી આશરે 250 જેટલા કર્મચારીઓ એકત્ર થયા હતા. આ બેઠકમાં આજ સોમવારે ફરી વાર ડીડીઓ તાલુકા સ્તરે રજૂઆતો કરાશે.
સપ્ટેમ્બર સુધીમાં કોઈ માગણીઓ સંતોષવામાં નહિ આવે તો ગાંધીનગરમાં ધરણા સહિતનાં કાર્યક્રમો જાહેર કરાશે.અને પ્રમુખને આવેદનપત્ર આપવુ અને લડતને ઉગ્ર બનાવવા ચર્ચા કરવામાં આવી હતી. હોદેદારોએ જણાંવ્યુ હતું કે સરકાર પડતર માગણીઓ અંગે કોઈ ઉકેલ નહિ લાવે તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવા કાર્યક્રમો નકકી કરવામાં આવશે. હજારો કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે.